ભૂકંપના કારણે સેંકડો મકાનો થયા ધરાશાયી- 1000થી વધુ લોકોના મોત, મૃતકને એક લાખની સહાય જાહેર

અફઘાનિસ્તાન(Afghanistan)માં બુધવારે આવેલા ભૂકંપ(Earthquake)માં 1000થી વધુ લોકોના મોત(More than 1000 deaths) થયા હતા. તે જ સમયે, લગભગ 1500 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ભૂકંપના કારણે…

અફઘાનિસ્તાન(Afghanistan)માં બુધવારે આવેલા ભૂકંપ(Earthquake)માં 1000થી વધુ લોકોના મોત(More than 1000 deaths) થયા હતા. તે જ સમયે, લગભગ 1500 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ભૂકંપના કારણે સેંકડો મકાનો પણ ધરાશાયી થયા છે. કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ગુરુવાર સુધી ચાલુ છે. પક્તિકા, કાબુલ, ગઝની, લોગર, જલાલાબાદ અને લગમાન અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ખરાબ રીતે પ્રભાવિત હોવાનું કહેવાય છે. તાલિબાન(Taliban) શાસને મૃતકોના નજીકના સંબંધીઓને એક લાખ અફઘાની અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

અફઘાનિસ્તાનમાં બુધવારના ભૂકંપને બે દાયકામાં સૌથી વિનાશક ગણાવવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક વધી શકે છે. ભૂકંપની તીવ્રતા 6.1 હતી. એટલું જ નહીં ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ માત્ર 10 કિમી જણાવવામાં આવી રહી છે. આ ભૂકંપના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનના તાલિબાન શાસન સામે મોટો પડકાર ઉભો થયો છે.

તાલિબાને ગયા વર્ષે અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો. બીજી તરફ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી કરવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવી પડી હતી. બીજી તરફ તાલિબાન શાસને આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે. અફઘાનિસ્તાનની ઈમરજન્સી સેવાના અધિકારી સરાફુદ્દીન મુસ્લિમે કહ્યું કે જ્યારે કોઈ દેશમાં આવી મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે અન્ય દેશોની મદદની જરૂર પડે છે.

પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં ખોસ્ત શહેરથી લગભગ 50 કિમી દક્ષિણ પશ્ચિમમાં હતું. ખોસ્ત પ્રાંતમાં પણ ઈમારતોને નુકસાન થયું છે. અગાઉ 2002માં પણ ઉત્તર અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં લગભગ 1000 લોકોના મોત થયા હતા. તે જ સમયે, 1998 માં, અફઘાનિસ્તાનના પૂર્વોત્તર ક્ષેત્રમાં 6.1-ની તીવ્રતાના ભૂકંપમાં 4500 લોકો મૃત્યુ પામ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *