હવે આ જ જોવાનું બાકી હતું! માચીસના બોક્સમાં પણ થયો ભાવ વધારો- હવે 1 રૂપિયાને બદલે મળશે આટલા રૂપિયામાં

Published on Trishul News at 12:27 PM, Sat, 23 October 2021

Last modified on January 27th, 2022 at 12:39 PM

પેટ્રોલ- ડીઝલ અને ગેસ બાદ હવે દિવાસળીના બોક્સ(Matchbox)ની કિંમતમાં વધારો થયો છે. 14 વર્ષમાં એકમાત્ર એવી વસ્તુ દીવાસળી હવે તેનો પણ ભાવ વધ્યો છે. આગામી મહિનાથી માચીસ ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સર્વસંમતિથી માચીસ બોક્સની MRP 1લી ડિસેમ્બરથી 1 રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લી વખત માચીસ બોક્સની કિંમતમાં 2007માં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે તેની કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયા કરવામાં આવી હતી. માચીસ બોક્સની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય ગુરુવારના રોજ શિવકાશીમાં ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ મેચની યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ભાવવધારા પાછળ જવાબદાર કોણ?:
ઉદ્યોગના પ્રતિનિધિઓએ ભાવવધારા પાછળ કાચા માલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને જવાબદાર ઠેરવ્યા હતા. ઉત્પાદકોએ જણાવતા કહ્યું કે, માચીસ બનાવવા માટે 14 કાચો માલ જરૂરી છે. એક કિલો લાલ ફોસ્ફરસ જેનો ભાવ 425 રૂપિયાથી વધીને 810 રૂપિયા થયો છે. એ જ રીતે મીણનો ભાવ રૂપિયા 58થી વધીને રૂપિયા 80 થયો છે, આઉટર બોક્સ બોર્ડ રૂપિયા 36થી રૂપિયા 55 અને ઇનર બોક્સ બોર્ડ રૂપિયા 32થી વધીને રૂપિયા 58 થઇ ગયો છે. પેપર, સ્પ્લિન્ટ, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફરના ભાવમાં પણ 10 ઓક્ટોબરના રોજ વધારો થયો છે. સાથે જ પેટ્રોલ- ડીઝલના વધતા ભાવોએ પણ સામાન્ય જનતાના બોજમાં વધારો કર્યો છે.

હવે 600 માચીસ બોક્સનું બંડલ 270-300 રૂપિયામાં વેચાઈ રહ્યું છે:
નેશનલ સ્મોલ માચીસ બોક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સેક્રેટરી વી.એસ. સેતુરાથીએ જણાવતા કહ્યું છે કે, ઉત્પાદકો 600 માચીસ બોક્સનું બંડલ (દરેક બોક્સમાં 50 માચીસ બોક્સ) 270 થી 300 રૂપિયામાં વેચી રહ્યા છે. અમે અમારા એકમોમાંથી વેચાણ કિંમત 60% વધારીને 430-480 રૂપિયા પ્રતિ બંડલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 12%  GST અને પરિવહન ખર્ચનો સમાવેશ થતો નથી.

4 લાખ લોકો આ ઉદ્યોગ સાથે છે સંકળાયેલા:
સમગ્ર તમિલનાડુમાં આ ઉદ્યોગમાં લગભગ ચાર લાખ જેટલા લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મેળવી રહ્યા છે અને 90% થી વધુ પ્રત્યક્ષ કર્મચારી તરીકે મહિલાઓ કામ કરી રહી છે. ઉદ્યોગ કર્મચારીઓને વધુ સારી ચૂકવણી કરીને વધુ સ્થિર કર્મચારીઓને આકર્ષવાની આશા રાખી રહ્યા છે. આનું કારણ એ છે કે, ઘણા લોકો મનરેગા હેઠળ કામ કરવામાં રસ દાખવી રહ્યા છે કારણ કે ત્યાં પગાર વધુ સારો મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "હવે આ જ જોવાનું બાકી હતું! માચીસના બોક્સમાં પણ થયો ભાવ વધારો- હવે 1 રૂપિયાને બદલે મળશે આટલા રૂપિયામાં"

Leave a comment

Your email address will not be published.


*