જેની માટે મોદી સરકારે આકાશ-પાતાળ એક કરી નાંખ્યું તે બેઠક અહેમદ પટેલના નિધન પછી ભાંગી પડી, હવે થશે…

કોરોનાને કારણે લાંબી સારવાર લીધા બાદ થોડા સમય પહેલાં અહેમદ પટેલનું અવસાન થયુ હતું. એમનાં અવસાન પછી રાજ્યસભાની સીટ ખાલી પડી છે. ગુજરાતમા વધુ એક…

કોરોનાને કારણે લાંબી સારવાર લીધા બાદ થોડા સમય પહેલાં અહેમદ પટેલનું અવસાન થયુ હતું. એમનાં અવસાન પછી રાજ્યસભાની સીટ ખાલી પડી છે. ગુજરાતમા વધુ એક વખત રાજ્યસભાની સીટ ખાલી પડી છે. ખાલી પડેલ રાજ્યસભા સીટ ભાજપ જીતી શકે છે. નિયમ મુજબ કુલ 6 મહિના અગાઉ રાજ્યસભાની સીટ પર ચૂંટણી કરવી પડશે. કોઇ ઉમેદવારે વિજયી થવા માટે કુલ 91 મતની જરુર પડશે.

ભાજપ પાસેકુલ 111 ધારાસભ્યનું સંખ્યા બળ રહેલું છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 65 ધારાસભ્યનું જ સંખ્યાબળ રહેલું છે. હવે આવનાર રાજ્યસભાની ચૂટંણીમાં અપક્ષ-NCP-BTPના મતનું મહત્વ રહેશે નહિ. વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કાંટાની ટક્કર થઇ હતી.અંતિમ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા જેનેકારણે કોંગ્રેસનું સંખ્યાબળ ઓછુ થઈ રહ્યું હતુ.

કોણ છે રાજ્યસભાના અધ્યક્ષ ?
ભારતનાં બંધારણ મુજબ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનાં અધ્યક્ષ રહેલા છે. રાજ્યસભાનાં સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે તેમજ તેઓ રાજ્ય સભાની કાર્યવાહી સંભાળે છે. રાજ્યસભાની પ્રથમ બેઠક 13મે વર્ષ 1952માં મળી હતી.19 જૂનનાં રોજ રાજ્યસભાની કુલ 4 બેઠકની વચ્ચે ચૂંટણીનું આયોજન થયું હતું .

ભાજપનાં માત્ર 3 ઉમેદવારોની વચ્ચે કુલ 104 મત મળ્યા છે. જેમાં નરહરિને કુલ 32 મત, અભય ભારદ્વાજને 36 મત તેમજ રમીલા બેનને કુલ 36 મત મળ્યા હતા. કોંગ્રેસની વાત કરવામાં આવે તો બંન્ને ઉમેદવારોબી વચ્ચે માત્ર 66 મત મળ્યા હતા.

જેમાં ભરતસિંહ સોલંકીને કુલ 30 મત, શક્તિસિંહ ગહિલને કુલ 36 મત મળતા શક્તિસિંહ ગોહિલની જીત થઇ હતી.4 કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકી ચૂંટણીમાં હારી ગયા હતા. કોંગ્રેસને મળેલ કુલ 66 મત પૈકી 65 મત કોંગ્રેસના ધારાસભ્યોના તેમજ માત્ર 1 મત અપક્ષનો જીગ્નેશ મેવાણીનો મળ્યો હતો.

શું છે રાજ્યશભાનું સંખ્યાબળ ?
ભારતીય બંધારણ મુજબ રાજ્યસભાનાં કુલ 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી કુલ 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્ઝન થઈ શકતું નથી. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરવામાં આવ્યુ છે કે, દર 2 વર્ષે કુલ 250માંથી 1/3 સાંસદોની ચુંટણીનું આયોજન થાય છે. સાંસદોની મુદ્દત કુલ 6 વર્ષની હોય છે. ગુજરાતમાં માત્ર 4 બેઠક પર આ ચુંટણી થવાની છે જેમાં ભાજપની કુલ 3 તથા કોંગ્રેસની કુલ 1 બેઠક પર ચુંટણી થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *