ખરાબ રીતે હાર્યા બાદ હવે ભાજપના નેતાઓ બોલ્યા EVM માં છેડછાડને લીધે અમે હાર્યા

After being badly defeated, BJP leaders now speak out because of harassment in EVM.

પશ્ચિમ બંગાળમાં યોજાયેલી પેટા-ચૂંટણીઓની ત્રણેય બેઠકો ગુમાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને દાળમાં કઈંક કાળુ હોય એવું લાગી રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય થતાં ભાજપના નેતા તેમજ રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહાએ મતગણતરી વખતે સત્તામાં રહેલ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ઘાલમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. અને EVM ના મુદ્દે પણ શંકા વ્યક્ત કરી છે.અને તેણે જણાવ્યું છે કે આ મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવશે.

તેણે કહ્યું હતું કે ચૂંટણી પંચ મુખ્ય ચૂંટણી વખતે ધ્યાન રાખે છે પરંતુ પેટા ચૂંટણી યોજવાની અમલ બજવણી રાજ્ય સરકાર કરે છે. અને અમને ખબર છે કે તૃણમૂલ કોંગ્રેસ જીતવા માટે કંઈપણ કરી શકે એમ છે.

શું તમને ઈવીએમ પર શક છે એવા સવાલના જવાબમાં રાહુલ સિંહાએ કહ્યું હતું કે EVMની અંદર અથવા બાર કંઇ પણ થઇ શકે છે.લોકસભાની ચૂંટણીઓ દરમિયાન કાલિયાગંજ અને ખડગપુર સદર વિધાનસભા મતક્ષેત્રમાં ભાજપને ખુબ મતો મળ્યા હતા, જ્યારે કાલિયાગંજ અને કરીમપુરમાં પાર્ટીને 2016ની વિધાનસભાની ચૂંટણીમાં પણ વધુ મત મળ્યા હતા. તો પણ આપણે ત્રણેય બેઠકો પર હાર્યા. ટીએમસીએ પ્રથમ વખત ખડગપુર સદર બેઠક જીતી છે. આ બધી બાબતો શંકા ઉભી કરે છે. બધે જ, મીડિયાથી લઈને જનતા સુધી, એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ભાજપ પેટા ચુટણી જીતશે.

કાલિયાગંજ બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર તપન દેબ સિંહાએ ભાજપના કમલચંદ્રની સામે માત્ર 2414 મતોથી વિજય મેળવ્યો હતો, જ્યારે કરીમપુરથી ટીએમસીના ઉમેદવાર બિમલેન્દુ સિંહા રોયે તેના હરીફ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જય પ્રકાશ મજમુદરે 24,000 મતોથી હરાવ્યા હતા. તેમજ ટીએમસીના પ્રદિપ સરકારે ખડગપુર સદર બેઠક પરથી ભાજપના પ્રેમચંદ્ર ઝા ને આસાનીથી 20,788 મતો થી હરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: