કોરોનામુક્ત થઈને કતારગામના ડો. ધ્રુવ વરિયા પુન: કોરોના દર્દીઓની સેવામાં જોડાયા

કોરોના મહામારી વચ્ચે સૂરત શહેરમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સુરતની નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલના તબીબો, પેરામેડિકલ સ્ટાફ દિન-રાત ખડેપગે રહીને દર્દીઓની…

કોરોના મહામારી વચ્ચે સૂરત શહેરમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સુરતની નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલના તબીબો, પેરામેડિકલ સ્ટાફ દિન-રાત ખડેપગે રહીને દર્દીઓની સેવા કરી રહ્યા છે. કોરોનાએ વિશ્વના મોટા ભાગના દેશોને બાનમાં લીધું છે, આવા કપરાં સમયમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ કોરોના સામેના જંગમાં સફેદ કોટમાં દેવદૂત બન્યાં છે.

ગત માર્ચ મહિનાથી સતત સૂરતની સ્મિમેર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સેવા કરતા ડો.ધ્રુવ વરિયા કોરોનાગ્રસ્ત થયાં હતા. પરંતુ ૧૨ દિવસની સારવાર મેળવી સ્વસ્થ થઈ બમણા જુસ્સા સાથે ફરી પાછા ફરજ પર જોડાઈને કોરોના વોરિયર્સ બન્યા છે.

મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના લાસા ગામના વતની ડો.ધ્રુવ સ્મિમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ડો. ધ્રુવને તા.૧૯મી જુનના રોજ કોરોના પોઝીટીવ આવતા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શરૂઆતમાં ગળામાં દુખાવો, ખાંસી, તાવ આવતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટીવ આવતાં સ્મિમેરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ૧૨ દિવસ સારવાર બાદ તા.30મી જુનના રોજ રજા આપવામાં આવી હતી. રજા મળ્યાના બીજા દિવસે ફરી પાછા તા.૧લી જુલાઈના રોજ ફરજ પર હાજર થયા છે.
ડો. ધ્રુવ જણાવે છે કે, મારા માતા-પિતામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા, પરંતુ તેમનો રિપોર્ટ નેગેટીવ આવતા મને રાહત થઈ હતી. ફરજ પરથી ઘરે જઈને મારા પરિવારને મારો ચેપ ન લાગે તેથી હું મારા પરિવારના સભ્યોથી અંતર જાળવી રાખું છું.

સુરતની સ્મિમેર હોસ્પિટલમાં હાલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાથી સારવાર દરમિયાન ડોકટર્સો પણ પરિવારની ચિંતા કર્યા વગર કોરોના વોરિયર્સ બની કોવિડ-૧૯ના દર્દીઓને સારવાર આપી રહ્યાં છે. લોકોને સંદેશ આપતાં ડો. ધ્રુવ જણાવે છે કે, કોરોના પોઝિટીવ આવ્યા બાદ ગભરાવાની જરૂર નથી. હિંમત રાખીને મક્કમ મન સાથે કોરોનાને હરાવી શકાય છે. હવે સમય આવી ગયો છે કે લોકોએ પોતાના ઘરે પણ માસ્ક પહેરવા પડશે, તથા સ્વયં લોકડાઉનનું પાલન કરી કામ વગર બહાર જવાનું ટાળવું તથા બે ગજની દુરી જાળવી રાખે. જે લોકો કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે, તેમણે અચુકપણે ૨૮ દિવસ પછી પોતાનુ પ્લાઝમાં ડોનેટ કરવું જોઈએ જેથી કરીને બીજા બે કોરોના દર્દીઓનો જીવ બચાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *