લોકડાઉનને લીધે ઘરે મેળ ન પડતા પતિ પત્ની કારમાં કરી રહ્યા હતા મજા અને પોલીસ…

Published on: 4:38 pm, Thu, 2 April 20

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન કરવામાં આવતા જાણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે. લોકો પોતાના ઘરમાં જ રહેતા હોવાથી લોકડાઉનની એક વિચિત્ર સાઈડ ઇફેક્ટ પણ સામે આવી છે. લોકો ઘરમાં જ રહેતા હોવાથી હવે સેક્સલાઈફ પર પણ અસર જોવા મળી છે. હાલમાં પરિવાર સાથે સમય વિતાવવો જરૂરી છે પણ આ લોકડાઉન વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તમે પણ નવાઈ પામી જશો. કચ્છના ગાંધીધામમાં ઓમ સીનેપ્લેક્ષ પાછળના પાર્કિગ પ્લોટમાં એક પતિ – પત્નિ કારમાં રંગરેલીયા મનાવતા પોલીસ કોન્સ્ટેબલના હાથે ચડ્યા પોલીસ અને પતિ પત્ની બંને શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. જોકે, પતિ-પત્ની હોવાથી પોલીસે ફક્ત ચેતવણી આપીને જવા દીધા હતા.

વાત જાણે એમ હતી કે, લોકડાઉનના કારણે ઘરના સૌ સભ્યો છેલ્લા એક સપ્તાહથી ઘરમાં હાજર રહેતા હોવાથી, ગાંધીધામના પતિ પત્ની શારિરીક સુખથી વંચિત રહી જતાં હતા. આખરે લોકડાઉનના છઠા દિવસે આ દંપતિની ધીરજ ખૂટતાં આદિપુર ગાંધીધામ વચ્ચે આવેલા ૐ સીને પ્લેક્ષના પાર્કિંગ પ્લોટમાં એકાંતનો લાભ ઉઠાવીને અંગતપળો માણી રહ્યા હતા.

આજ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી પસાર થતાં ગાડીમાં કંઈક શંકાસ્પદ પ્રવુતિ થઇ હોવાની આશંકાએ તપાસ કરતા, ગાડીમાં એક પુરુષ અને એક સ્ત્રી ગઢંગી હાલતમાં પકડાયા હતા. પોલીસને શરૂઆતના તબક્કામાં રંગરેલીયાં મનાવતા હોવાની શંકા ગઈ હતી. આખરે ખુલાસો થતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે પૂછપરછ કરતા બંને પતિ પત્ની નીકળતા થોડી વાર માટે કોન્સ્ટેબલ પણ મૂંઝવણમાં મુકાયો હતો. પોલીસે ફરી વાર આમ જાહેરમાં આવુ કામ ના કરવાનું સમજાવીને બંને પતિ પત્નીને જવા દીધા હતા. હાલમાં કોરોનાના ફફડાટ વચ્ચે સેક્સ સંબંધોમાં પણ સમસ્યા આવી રહી હોવાની આ કિસ્સાએ સાબિત કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news