બહેન સાથે છેલ્લી વાર વાત કરી ને ‘સ્વીચ ઓફ’ થઇ ભાઈની જિંદગી- મિત્રો સાથે નાસ્તો કરવા ગયો ને મિત્રે જ ગળું કાપી નાખ્યું

ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર શહેરમાં ગત તારીખ 19-4-2023ના રોજ એક સગીર વિદ્યાર્થી સ્કુલ ડ્રેસમાં ઘરેથી તેના મિત્ર સાથે નાસ્તો કરવા માટે નિકળ્યો હતો અને છેલ્લે…

ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર શહેરમાં ગત તારીખ 19-4-2023ના રોજ એક સગીર વિદ્યાર્થી સ્કુલ ડ્રેસમાં ઘરેથી તેના મિત્ર સાથે નાસ્તો કરવા માટે નિકળ્યો હતો અને છેલ્લે તેની બહેન સાથે ફોન પર વાત કરીને હતી અને ત્યાર બાદથી ફોન સ્વિચ ઓફ આવતો હતો. મોડી રાત્ર થઇ હોવા છતાય સગીર વિદ્યાર્થી ઘરે પરત ન ફરતા પરિવારના લોકોએ પોલીસ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

ત્યારબાદ સવારે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તેમના ગુમ થયેલા દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે. આ સમાચાર મળતાજ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.  વિદ્યાર્થી ના ગળા પર તિક્ષ્ણ હથિયારના નિશાન જોપવા મળ્યા હતા અને તેથી અંદાજ લગાવામાં આવ્યો હતો કે તેની હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું કે, સગીરની હત્યા કરવામાં અવી છે.

ભાવનગર શહેરની શાસ્ત્રીનગરમાં આવેલ દોલત અનંત વળિયા સ્કુલમાં અભ્યાસ કરતો અને સરીતા સોસાયટી શેરી નં. 4 માં રહેતો વિદ્યાર્થી પલ શશીકાંતભાઇ વાઢૈયા (ઉંમર વર્ષ 14) ગત તારીખ 19-4-2023ના રોજ  એમ કહીને ઘરેથી નીકળ્યો હતો કે, હું હમણાં આવું છુ. રાત્રે લગભગ દસ વાગ્યાની આસ-પાસ મિત્રો સાથે નાસ્તો કરતો હતો અને ત્યારે પરિવારજનોએ સંપર્ક કરતા તેનો મોબાઇલ બંધ આવતા પરિવારજનોએ તેના મિત્રને ત્યાં શોધખોળ હાથ ધરી હતી. બાળકના કોઈ સમાચાર ન મળતા પરિવારના લોકોએ પોલીસ મથકમાં સગીર પુત્ર પલની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે સવારે જહાંગરીર મીલની સામે આવેલ ખુલ્લી જગ્યામાં પોલીસને પલનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે પલ ના પરિવારજનોનો સંપર્ક કરતા પલના પરિવારજનો તરતજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યાં આવી મૃતદેહ તેના બાળકનો હોવાનું સાબિત થયું હતું. પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. પી.આઇ.પરમારે જણાવ્યું હતું કે, મૃતદેહની પાસેથી નવો સીલપેક એન્ડ્રોડ મોબાઇલ બોકસમાં મળી આવ્યો હતો અને આ ફોન અમદાવાદથી ખરીદવામાં આવ્યો હતો, હાલ પોલીસે વધુ તપાસ હાથ ધેઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *