હાર્દિક પંડ્યા બાદ હવે વધુ એક ઈજાગ્રસ્ત ખેલાડી ભારતીય ટીમને આપી શકે છે ખરાબ સમાચાર- જાણો વિગતવાર

Published on Trishul News at 3:27 PM, Sat, 21 October 2023

Last modified on October 21st, 2023 at 3:28 PM

Mohammad Siraj injured: વર્લ્ડ કપ 2023માં પુણેના મેદાન પર 19 ઓક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે 8 વિકેટના નુકસાને 256 રન બનાવ્યા હતા.

જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ માત્ર 41.3 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી એ હતી કે, ટીમના બે મોટા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. બોલને રોકવા જતા ઈજાગ્રસ્ત થયેલા હાર્દિક પંડ્યા ચાલતા ચાલતા મેદાનની બહાર જતા પણ જોવા મળ્યા હતા. તેમજ બીજા ખેલાડીને કેટલી હદે ઈજા થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

હાર્દિક પંડ્યા બાદ મોહમ્મદ સિરાજ પણ ઘાયલ!
પુણેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ભારતીય ટીમનો અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ટીમ ઈન્ડિયા હાર્દિક પંડ્યાની ઈજાથી સંઘર્ષ કરી રહી હતી. આ દરમિયાન મોહમ્મદ સિરાજની ઈજા પણ સામે આવી હતી. મોહમ્મદ સિરાજ પણ ફિલ્ડિંગ કરતી વખતે શોર્ટ ગયો હતો.

હવે ટીમ ઈન્ડિયાને એક સાથે બે ઝટકા લાગ્યા છે. ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગ માટે બંને ખેલાડીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોહમ્મદ સિરાજનું તાજેતરનું ફોર્મ ઘણું સારું રહ્યું છે. આવી સ્થિતિમાં જો ઈજા ગંભીર હશે તો ટીમ માટે મુશ્કેલી બની શકે છે.

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રમવું મુશ્કેલ!
મોહમ્મદ સિરાજની ઈજા અંગે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. તે ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. એટલા માટે ભારતીય મેનેજમેન્ટ એ વાતને લઈને એકદમ સકારાત્મક છે કે, તે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રમી શકશે.

પરંતુ જો તે સંપૂર્ણ રીતે સાજો નહીં થાય તો તેને સાવચેતીના પગલા તરીકે મેચમાંથી બહાર બેસવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા લગભગ કેટલીક મેચોમાંથી બહાર થઈ ગયો છે અને આવી સ્થિતિમાં મોહમ્મદ સિરાજને બહાર રાખવો ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

Be the first to comment on "હાર્દિક પંડ્યા બાદ હવે વધુ એક ઈજાગ્રસ્ત ખેલાડી ભારતીય ટીમને આપી શકે છે ખરાબ સમાચાર- જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*