માણસો બાદ હવે કેળાને પણ થયો કોરોના, કરવા પડશે ક્વોરેન્ટાન

કોરોનથી અત્યાર સુધી ફક્ત માણસો જ સંક્રમિત થતા હતા, પરંતુ હવે કેળાના પાક પર પણ ‘બનાના કોવિડ’નો ખતરો સર્જાયો છે. આ બીમારીથી માણસોને તકલીફ નથી…

કોરોનથી અત્યાર સુધી ફક્ત માણસો જ સંક્રમિત થતા હતા, પરંતુ હવે કેળાના પાક પર પણ ‘બનાના કોવિડ’નો ખતરો સર્જાયો છે. આ બીમારીથી માણસોને તકલીફ નથી થતી પણ કેળાની ફસલનો ખાતમો બોલી જાય તેવી સંભાવના હોય છે. વૈજ્ઞાનિક રીતે તેને ફ્યુઝેરિયમ વિલ્ટ ટીઆર ચાર તરીકે ઓળખવામાં આવે છે.

શું છે ફ્યુઝેરિયમ વિલ્ટ ટીઆર?

આ એક પ્રકારની ફંગસ છે જેનાથી કેળાનો પાક ખરાબ થઈ શકે છે. ભારતમાં દુનિયામાં સૌથી વધારે કેળાનો પાક થયા છે. નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ બનાનાના ડાયરેક્ટર એસ ઉમાનુ કહેવુ છે કે,  ફ્યુઝેરિયમ વિલ્ટ ટીઆર ચારને આપણે કેળા માટેનો કોરોનો વાયરસ પણ કહી શકીએ છે. કારણકે તેનાથી આખી દુનિયામાં કેળાના પાકને નુકસાન થઈ રહ્યુ છે. આ બીમારીની અસર યુપી અને બિહારમાં પડવાની શક્યતા છે.તેને રોકવા માટે કોશિશ થઈ રહી છે પણ એ ખબર નથી કે તેમાં સફળતા કેટલી મળશે.

યુએનની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને  ફ્યુઝેરિયમ વિલ્ટ ટીઆર ચારને દુનિયાની ખેત પેદાશોની સૌથી ભયકંર બીમારી ગણાવી છે. કારણકે તેને રોકવા માટે હાલમાં કોઈ ઉપાય નથી અને તેના માટે કોઈ દવા પણ બની નથી.

કોરોનાથી બચવા માટે ક્વોરેન્ટાઈન થવાનો રસ્તો તે રીતે આ બીમારીને રોકવા માટે પ્લાન્ટને ક્વોરેન્ટાન કરવા પડે છે. આખી દુનિયામાં આ બીમારીએ 1.96 લાખ કરોડની કેળાની ખેતીને બરબાદ કરી છે.કેળા એવુ ફળ છે જે આખી દુનિયામાં ખવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *