ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મહારાષ્ટ્ર ગુમાવ્યા બાદ આગામી દિવસોમાં કર્ણાટકમાં પણ પડી શકે છે સરકાર ,જાણો કઈ રીતે….

After losing Maharashtra, Karnataka govt may fall in the coming days

કર્ણાટકમાં 5 ડિસેમ્બરના રોજ 15 સીટો પર પેટાચૂંટણી થનાર છે.તેવામાં સત્તામાં રહેલા બીજેપી અને વિપક્ષમાં રહેલા કોંગ્રેસ-જેડીએસ બંને માટે દ્વિધાનો માહોલ છે.રાજ્યના મુખ્યમંત્રી બી એસ યેદુરપ્પાના નેતૃત્વ વાળી બીજેપી સરકાર માટે નિશ્ચિત રૂપથી ‘કરો યા મરો’ ની સ્થિતિ છે.

જો આ પેટાચૂંટણીમાં બીજેપી ઓછામાં ઓછી સાત સીટો નહીં જીતે તો યેદુરપ્પાની સરકાર સુરક્ષિત નહીં રહે.224 સભ્યો ની વિધાનસભામાં બીજેપી પાસે 105 ધારાસભ્યો છે આ ઉપરાંત બીજેપી ને એક અપક્ષ ઉમેદવાર નું પણ સમર્થન છે.

આ 17માંથી 15 સીટો પર થઈ રહી છે પેટા ચૂંટણી.

વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ અને જેડીએસ માટે પણ આ ચૂંટણી ખૂબ મહત્વની છે.છેલ્લે જુલાઈ મહિનામાં મોટાપ્રમાણમાં થયેલા પક્ષ પલટાને કારણે કોંગ્રેસ અને જેડીએસના 17 ધારાસભ્યો બીજેપીમાં ચાલ્યા ગયા હતા અને ગઠબંધન સરકાર પડી ગઈ હતી. આ પેટાચૂંટણી બંને પાર્ટીઓ માટે બદલો લેવાની અને બીજેપીને પાઠ ભણાવવા માટે ની સુવર્ણ તક છે. રાજ્યમાં ૧૭ વિધાનસભા સીટ ખાલી પડી છે પરંતુ તેમાંથી ૧૫ સીટ પર જ ચૂંટણી યોજાઇ રહી છે કારણ કે બચેલી બે સીટો ઉપર અદાલતમાં કેસ ચાલી રહ્યો છે.

૯મી ડિસેમ્બરે થશે મતગણના

અગાઉની ચૂંટણીઓ ને ધ્યાનમાં લઈને પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા અને વર્તમાનમાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડુંરાવએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે.બંને પાર્ટીઓ નું અનુમાન છે કે 9મી ડિસેમ્બરે થનાર મતગણનાના દિવસે યેદુરપ્પાની સરકાર પડવાનું નક્કી જ છે. સિદ્ધારમૈયા એ કહ્યું કે પેટાચૂંટણીના પરિણામ આવ્યા બાદ કર્ણાટકમાં કોંગ્રેસ ફરીથી સત્તામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.