વેવાઇ-વેવાણ બાદ આ યુવકે તેની બંને પ્રેમિકા સાથે મંદિરમાં જઈને કરી લીધા લગ્ન, સમગ્ર ઘટના જાણી તમે ચોંકી ઉઠશો

ગુજરાતમાં એક વેવાઇ-વેવાણ ભાગી ગયા અને સાથે સંસાર માંડ્યાની ઘટના હાલમાં જ બની છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક નવીન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…

ગુજરાતમાં એક વેવાઇ-વેવાણ ભાગી ગયા અને સાથે સંસાર માંડ્યાની ઘટના હાલમાં જ બની છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક નવીન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક યુવક પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા મંદિર પહોંચ્યો તો ત્યાં જ તેની જુની પ્રેમિકા પણ પહોંચી ગઈ.

સિંદૂર ભરીને બન્ને સાથે લગ્ન કરી લીધા

આ વાત પર જ્યારે હંગામો થવા લાગ્યો તો યુવકે બન્નેની માંગમાં સિંદૂર ભરીને બન્ને સાથે લગ્ન કરી લીધા.જે જોઈને હાજર સૌ કોઈ ચોંકી ગયા હતાં. આ અનોખી ઘટનાનો એક વીડિયો  હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ અનોખો મામલો પ્રયાગરાજમાં કર્નલગંજના ઢરહરિયા વિસ્તારનો છે.

યુવતીએ ઝેર ખાઈ જીવ આપવાની આપી ધમકી

ઘટના એવી છે કે, યુવક એક યુવતીને પ્રેમ કરતો હતો અને લગ્ન પહેલા યુવકની પ્રેમિકાએ તેને ધમકી પણ આપી હતી કે, જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તે ઝેર ખાઈને જીવ આપી દેશે. આ વાત પર ઝઘડો થયો તો તેણે યુવતીને લાફો મારી દીધો. યુવતીએ તેની ફરિયાદ પોલીસમાં કરી દીધી. પોલીસે આ મામલે થોડા દિવસ પહેલા યુવકની ધરપકડ પણ કરી હતી.

પહેલી પ્રેમિકાએ નવી પ્રેમિકા સાથે જોઈ લેતા કર્યો હંગામો

જણાવવામાં આવી રહ્યું છે કે, યુવક પહેલેથી જ તેના વિસ્તારમાં રહેલી અન્ય એક યુવતીને પ્રેમ કરતો હતો. ઘણા વર્ષો સુધી તેની પ્રેમ કહાની ચાલી હતી. લગભગ ચાર દિવસ પહેલા તેની પહેલી પ્રેમિકાએ તેને બીજી યુવતી સાથે જોઈ લીધો અને હંગામો કર્યો. સોમવારે સાંજે નવી પ્રેમિકા સાથે યુવક લગ્ન કરવા માટે પહોંચ્યો તો પૂર્વ પ્રેમિકા પણ ત્યાં પહોંચી ગઈ જેના કારણે ત્યાં હંગામો થઈ ગયો.

યુવકે બન્ને પ્રેમિકાઓ સાથે કર્યા લગ્ન

ત્યાર બાદ ઘરની પાસે જ એક મંદિરમાં બધાની સામે યુવકે પોતાની બન્ને પ્રેમિકાઓ સાથે લગ્ન કરી તેમની માંગમાં સિંદૂર ભર્યું અને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું. લગ્નમાં હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો. હવે આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *