ધ્રુજાવી દેતી ઘટના- પત્ની અને બાળકીનું માથું કાપી ક્રૂર પતિએ લીધી સેલ્ફી- પત્નીનું માથું લઇ પહોચ્યો પિયર

Published on: 5:36 pm, Sat, 6 August 22

એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પતિએ પોતાની પત્ની અને પુત્રીનું માથું કાપીને હત્યા કરી નાખી. આટલું જ નહીં, આરોપી તેની પત્નીનું કપાયેલું માથું લઈને તેના સાસરિયાના ઘરે પહોંચ્યો અને ઘરથી 200 મીટર દૂર એક પુલ પર મૂકીને ભાગી ગયો હતો. કપાયેલા માથાની નીચે એક કાપલી પણ રાખવામાં આવી હતી. મધેપુરામાં આરોપીના ઘરમાં પત્ની અને પુત્રીનો મુતદેહ પડ્યા હતા, જ્યારે પુત્રીનું કપાયેલું માથું ટેબલ પર પડ્યું હતું. કહેવાય છે કે, આરોપી પતિએ તેની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની આશંકાથી આ કૃત્ય આચર્યું હતું.

હત્યા બાદ આરોપીએ પત્નીના ધડ સાથે સેલ્ફી પણ લીધી હતી. આ પછી તેણે આ ફોટો તેના ફેસબુક એકાઉન્ટ પર પણ શેર કર્યો હતો. આમાં આરોપી પતી કપાયેલા ધડ અને માથા સાથે જોવા મળે છે. આ પછી તે તેની પત્નીનું માથું બેગમાં ભરીને તેને તેના સાસરે લઈ ગયો.

શનિવારે સવારે, આરોપી મહિલાનું કપાયેલું માથું એક પુલ પર મુકીને ભાગી ગયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ કપાયેલું માથું જોતા આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. અહીં, માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલા કપાયેલ માથું લઈને તેના સાસરિયાના ઘરે પહોંચી ત્યારે પરિવારજનો સ્તબ્ધ થઈ ગઈ. ત્યાં પુત્રીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

સ્થળ પરથી લોહી વાળી ચિઠ્ઠી મળી:
પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ પતિ ટ્રેન પકડીને ફરાર થઈ ગયો હતો. મૃતકોની ઓળખ જીબ્રાહિલની પત્ની રૂકસાના (30) અને તેની પુત્રી જિયા (4) હતી. સ્થળ પરથી લોહીથી લથપથ એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. તેમાં કેટલીક વાંધાજનક વાતો લખવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.