કેન્સરથી સાજા થઈને ઇલાબેને 16,500 ફૂટની ઊંચાઇએ કૈલાસ માનસરોવરની સફળ યાત્રા કરી

Published on Trishul News at 5:07 PM, Wed, 27 July 2022

Last modified on July 27th, 2022 at 5:09 PM

કેન્સર(Cancer) એ ખુબ જ ભયંકર રોગ ગણવામાં આવે છે. આ રોગથી ભાગ્યે જ કોઈ બચી શકે છે. ત્યારે હાલમાં જ સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર ચેરીટેબલ ટ્રસ્ટ(Sanjeevni Life Beyond Cancer Charitable Trust) દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ(Nadiad) શહેરમાં સેન્ટ મેરીસ હાઈસ્કૂલ(St Marys High School) ખાતે કેન્સર વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ સંસ્થા દર્દીઓના સર્વાંગી જીવન સુધારણા માટે કાર્યરત છે. કેન્સરના દર્દીઓની સેવા કરવી અને સમાજમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવી તે સંસ્થાનું મુખ્ય કાર્ય છે.

મળતી માહિતી અનુસાર, નડિયાદની શાળામાં સંસ્થા વતી યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહેલ અમદાવાદની સંસ્થાના કોઓર્ડીનેટર ઈલાબેન વોરા કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં છે. અમદાવાદના ઈલાબેન વોરા વ્યવસાયે એડવોકેટ છે. તેમનું 2007માં બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું. ઓપરેશન અને કેમોથેરાપીની સારવાર બાદ તેઓએ હિંમત હાર્યા વગર કેન્સર સામે લડી લઈ સંપૂર્ણપણે પૂર્વવત જીવન જીવવાનું નક્કી કર્યું. આ પછી તેમણે હિંમત હાર્યા વગર 2011માં તેઓએ દૂર્ગમ ગણાતી કૈલાસ માનસરોવરની યાત્રા કરી. 16500 ફૂટની ઊંચાઈ પર પણ તેઓને તકલીફ ન પડી અને 28 દિવસની આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી.

છાત્રોમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા વાર્તાલાપ:
જાણવા મળ્યું છે કે, ઈલાબેન વોરા 2013થી સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સંસ્થા સાથે જોડાયા. ત્યારે યોજાયેલ આ કાર્યક્રમમાં સેન્ટ મેરીસ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં, ખાસ કરીને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓમા તંદુરસ્ત જીવન શૈલી, આરોગ્ય અને કેન્સરને કેમ ટાળી શકાય એ વિષયક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મળતી માહિતી પ્રમાણે, આ કાર્યક્રમમાં સંજીવની-લાઈફ બિયોન્ડ કેન્સર સંસ્થાના કોર્ડીનેટર ઇલાબેન વોરા, સેન્ટ મેરી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ ફાધર વિન્સેન્ટ પોલ, તેમજ માતર, વસો, ખેડા, નડિયાદ, કપડવંજના મહિલા શિક્ષકો તેમજ સેન્ટ મેરીસ હાઈસ્કૂલના 9 થી 12 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

આજે હેડ એન્ડ નેક કેન્સર ડે:
માહિતી મળી આવી છે કે, વિશ્વમાં જે કેન્સરના દર્દીઓ નોંધાય છે. તેમાં 85 ટકા કેસ હેડ એન્ડ નેકના ભારતના હોય છે. ત્યારે આજે આજે વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ છે. મોઢા તથા ગળાના કેન્સરનું નિદાન સમયસર ન કરાવીએ તો જીવનું જોખમ વધી જાય છે. મોં તથા ગળાના કેન્સર તમાકુ, બીડી અને દારૂ જેવા વ્યસનને કારણે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "કેન્સરથી સાજા થઈને ઇલાબેને 16,500 ફૂટની ઊંચાઇએ કૈલાસ માનસરોવરની સફળ યાત્રા કરી"

Leave a comment

Your email address will not be published.


*