આરબીઆઇની જાહેરાત બાદ લોનના હપ્તા ભરવા માટે મળી શકે છે મોટી રાહત, જાણો વિગતે

Lockdown ના કારણે દેશની અર્થવ્યવસ્થા મંદ પડી ગઈ છે. આ પરિસ્થિતિ નો બહુ જ સામાન્ય લોકો પર ન પડે એટલા માટે આરબીઆઇ તરફથી ઘણા મોટા…

Lockdown ના કારણે દેશની અર્થવ્યવસ્થા મંદ પડી ગઈ છે. આ પરિસ્થિતિ નો બહુ જ સામાન્ય લોકો પર ન પડે એટલા માટે આરબીઆઇ તરફથી ઘણા મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે રેપો રેટમાં ઘટાડો કરી લોન અને એમ આઈ નો બોજ ઓછો કરવાની કોશિશ કરવામાં આવી છે. તેમજ બેંકોને દર મહિને લોન ઈએમઆઈ આપનાર ગ્રાહકોને પણ રાહત ના સંકેતો મળ્યા છે.

હકીકતમાં આરબીઆઇએ બેંકો પાસે લોનના ઇએમઆઈ આપી રહેલા લોકોને ત્રણ મહિના સુધી રાહત આપવાની સલાહ આપી છે. સરળ શબ્દોમાં સમજીએ તો હવે દડો બેંકો પાસે છે. બેન્કોને હવે નક્કી કરવાનું છે કે તેઓ સામાન્ય લોકોને એમાં ઉપર છૂટ આપે છે કે નહીં.

જો બેન્કોએ આરબીઆઇની સલાહની અમલમાં મૂકી તો આશા છે કે આગલા ત્રણ મહિના સુધી તમારે લોનના હપ્તા નહીં આપવા પડે. પરંતુ તેનો મતલબ એ નથી થતો કે તે ઈએમઆઈ ને માફ કરી દેવામાં આવે.

જાણકારોના અનુસાર બેંક ત્રણ મહિના ની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ વસુલ કરશે.હવે સવાલ એ છે કે શું ત્રણ મહિના બાદ સામાન્ય લોકો ઉપર અચાનક એમ આઈ નો વધારાનો બોજ વધશે. આ સવાલના જવાબમાં ફાઇનાન્શિયલ પ્લાનર તારેશ ભાટીયા જણાવે છે કે એવું નહીં થાય.

આ સંભવ છે કે બેંક પોતાના માસિક હપ્તાને વધારી દેશે. આ ઉપરાંત લોન ની સમય મર્યાદા ને કેટલાક મહિના વધારવાના વિકલ્પ પણ મળી શકે છે.

તેમજ ગ્રાહકો સામે બેંક એક ખાસ ડેડલાઇન સમય સુધી વન ટાઈમ સેટલમેન્ટનો વિકલ્પ પણ રાખી શકે છે. આ ડેડલાઇન છથી નવ મહિના સુધીની હોઈ શકે છે. મતલબ એવો થાય છે કે તમારે એક ખાસ સમય સુધીમાં એક સાથે પેમેન્ટ કરવું પડી શકે છે.

જણાવી દઈએ કે હવે બેન્કો એ નક્કી કરવાનું છે કે તેઓ કોઈ લોન ઉપર એમાય મામા છૂટ આપી રહ્યા છે. અર્થ એ થાય છે કે રિટેલ,કોમર્શિયલ અથવા અન્ય પ્રકારની લોન લેનાર લોકો માટે હજુ પણ એક પ્રકારની મૂંઝવણ બની ચૂકી છે.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *