હત્યાનો LIVE વિડીયો – છડે ચોક છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

Published on Trishul News at 6:57 PM, Fri, 12 August 2022

Last modified on August 12th, 2022 at 6:57 PM

દક્ષિણ દિલ્હી (South Delhi)ના માલવિયા નગર(Malviya Nagar) વિસ્તારમાં 22 વર્ષના યુવકની જાહેર રસ્તા પર 4 થી 5 લોકોએ મળીને હત્યા(Murder) કરી હતી. ભરચક બજારમાં રોડ વચ્ચે હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. હાલ હત્યારાઓ પોલીસની પકડમાંથી બહાર છે. તેઓની શોધખોળ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરી દેવાયા છે.

મળતી માહિતી અનુસાર, 11 ઓગસ્ટના રોજ 22 વર્ષીય મયંક પવાર તેના મિત્ર સાથે માલવિયા નગર વિસ્તારના બેગમપુરના કિલ્લામાં બેઠો હતો, ત્યારે મયંકની 4-5 અજાણ્યા લોકો સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તે 4-5 છોકરાઓએ મયંક અને તેના મિત્ર પર પથ્થર વડે હુમલો કર્યો હતો. મયંક અને તેનો મિત્ર જીવ બચાવીને કિલ્લામાંથી નાસી છૂટ્યા હતા. પરંતુ આરોપીઓ કિલ્લામાંથી મયંકનો પીછો કરતા માલવિયા નગર વિસ્તારના ડીડીએ માર્કેટમાં પહોંચ્યા અને પછી મયંકને ઘેરી લીધો અને ભરબજારમાં ધારદાર છરી વડે હુમલો કર્યો હતો.

સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે આરોપી છોકરાઓ મયંક પર છરીઓ વડે હુમલો કરી રહ્યા છે અને બાકીના લોકો દર્શક બની રહ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા મયંકના તેના મિત્રએ રસ્તા પરના લોકોની મદદથી મયંકને ઈજાગ્રસ્ત હાલતમાં એઈમ્સમાં દાખલ કરાવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યું છે કે, મૃતકે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. આ મામલામાં ડીસીપી બેનિતા મેરી જેકરે કહ્યું કે આ ઘટનાને અંજામ આપનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "હત્યાનો LIVE વિડીયો – છડે ચોક છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો"

Leave a comment

Your email address will not be published.


*