આવી ચોરી ક્યારેય નહિ જોઈ હોય! ઘોડા પર સવાર થઈને આવ્યો ચોર અને… -વિડીયો જોઈ મગજ કામ કરતુ બંધ થઇ જશે

હાલના સમયમાં વિસ્મયમાં નાખી દે એવો જ એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, તેની પાછળનું કારણ પણ એવું જ છે કે તમે જાણીને હેરાન…

હાલના સમયમાં વિસ્મયમાં નાખી દે એવો જ એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, તેની પાછળનું કારણ પણ એવું જ છે કે તમે જાણીને હેરાન થઇ જશો! બન્યું એવું કે, રાતના સમયમાં એક મહિલા રસ્તા પર ચાલી જતી જોવા મળે છે, ત્યાં જોત જોતા માં જ એક ચોર ત્યાં આવી પહોચે છે, હેરાનીમાં નાખી દેનારી વાત તો એ થઇ કે કોઈ ગાડી કે કારમાં નહિ પરંતુ ઘોડા પર સવાર થઈને તે ચોર ત્યાં આવી પહોચ્યો, મહિલા સાથે હાથાપાઈ કરી થોડીક જ વારમાં તેની પાસેથી તે બેગ છીનવીને ચોર ત્યાંથી નાસીપાસ થઇ ગયો!

ચોરીના અનેક બનાવો તમે નજરે જોયા હશે અથવા તમે જાણતા હશો, પરંતુ હાલના સમયમાં એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમારું મગજ કામ કરતુ બંધ થઇ જશે. સમાન્ય રીતે કોઈપણ ચોરીની ઘટનામાં ચોર બાઈક લઈને રસ્તા પર ચાલતા જતા લોકોનો સમાન ચોરી કરી ફરાર થઇ જાય છે, પરંતુ અહીંયા એક ચોર ચોરી કરવા કોઈ બાઈક નહિ પરંતુ ઘોડા પર સવાર થઈને આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, એક સુમસાન રસ્તા પર એક મહિલા ચાલીને જઈ રહી છે, અને આ મહિલા પાસે એક પર્સ છે. થોડીવારમાં એક ઘોડેસવાર મહિલા પાસે આવે છે. થોડીવાર તો મહિલા પણ ચોંકી જાય છે કે, આ અહિયાં શું કામ આવ્યો હશે? પરંતુ જયારે ઘોડા પર સવાર ચોર મહિલા પાસે રહેલું પર્સ માંગે છે, ત્યારે મહિલાને જાણ થાય છે કે, આ તો ચોર છે! બંને વચ્ચે થોડી હાથાપાઈ બાદ છેવટે મહિલા હાર માને છે અને ચોર મહિલાનું પર્સ લઈને ફરાર થઇ જાય છે.

ચોરોએ હવે ચોરી કરવાનો એક નવો અને વિચિત્ર તરીકો અપનાવ્યો છે! આ વિડીયો વાયરલ થતા લોકોએ પોતપોતાના અભિપ્રાય આપ્યા હતા. તેમના એકે કહ્યું- ‘કોને ખબર, આજકલ જે પેટ્રોલ-ડીજલ ના એટલા ભાવ વધી ગયા છે તેવામાં હવે ચોરો ને પેટ્રોલ તથા ડીજલ બની ચિંતા સતાવવા લાગી હશે, એવા માં જ અમુક ચોરોએ મળીને આવો આઈડિયા અપનાવ્યો હશે.’ હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *