મમ્મીએ ફોનમાંથી ગેમ ડીલીટ કરાવી તો, 13 વર્ષનો દીકરો ઘરેથી સાઈકલ લઈને 55 કિમી સાઈકલ ચલાવી ઇન્દોર પહોચી ગયો

ઇન્દોર(indore): માતાએ ફ્રી ફાયર(Free fire) ગેમ રમવાની ના પડતા 13 વર્ષનો બાળક એટલો ગુસ્સે થયો કે તે ઘરેથી ભાગી ગયો. બેગમાં કપડાં પેક કરીને સાયકલ…

ઇન્દોર(indore): માતાએ ફ્રી ફાયર(Free fire) ગેમ રમવાની ના પડતા 13 વર્ષનો બાળક એટલો ગુસ્સે થયો કે તે ઘરેથી ભાગી ગયો. બેગમાં કપડાં પેક કરીને સાયકલ પર લઈને નીકળી ગયો. માતાનો મોબાઈલ પણ પોતાની સાથે લઈ ગયો હતો. બાળક 55 કિમી સાઇકલ ચલાવીને ઉજ્જૈન(Ujjain)થી ઇન્દોર(Indore) પહોંચ્યો હતો. જ્યારે પોલીસ તેની પાસે પહોંચી તો તેણે કહ્યું- હું મુંબઈ(Mumbai) જઈ રહ્યો છું, મારે ગેમ ડેવલપર(Developer) બનવું છે. મમ્મીએ ગેમ કાઢી નાખી હતી.

CSP વિનોદ મીણાએ જણાવ્યું કે મંગળવારે 8મા ધોરણનો વિદ્યાર્થી કૈલાશ અમ્પાયર કોલોનીમાંથી ગુમ થયો હતો. તે ઘરથી સાયકલ પર નીકળીને મુખ્ય માર્ગ પર પહોંચ્યો, જ્યાં સ્કૂલ બસ આવવાની હતી. માતા પગપાળા પાછળ પાછળ આવી. માતા જ્યારે મેઈન રોડ પર પહોંચી તો ત્યાં દીકરો દેખાયો નહીં.

જ્યારે તે ઘરે પાછો ફર્યો, ત્યારે તે ત્યાં પણ મળ્યો ન હતો. તેનો મોબાઈલ પણ ઘરે નહોતો. આજુબાજુ શોધખોળ કરી, કંઈ ન મળ્યું, પછી પોલીસને જાણ કરી. પોલીસે બ્લોકના સીસીટીવી ફૂટેજ જોયા. જેમાં તે સાઈકલ દ્વારા ઈન્દોર જતો જોવા મળ્યો હતો. પોલીસે ટીમને બાળકની માતાના મોબાઈલ લોકેશન તરફ મોકલી હતી. પોલીસે તેને ઈન્દોરના મરીમાતા ચોકડી પાસેથી શોધી કાઢ્યો હતો.

બાળકે પોલીસને જણાવ્યું, માતાએ મોબાઈલમાં ગેમ રમવા માટે ઠપકો આપ્યો હતો. ગેમ પણ કાઢી નાખવામાં આવી હતી. ગુસ્સે થઈને તેણે તેની સાયકલ તેના કપડાં અને માતાનો મોબાઈલ સ્કૂલ બેગમાં મૂકીને જતો રહ્યો હતો. ઈન્દોરથી મુંબઈ જશે, ગેમ ડેવલપર બનવા માંગે છે. આના પર પોલીસે તેની નાની ઉંમરનો હવાલો આપીને તેને સમજાવ્યું કે તારે જે બનવું છે તે 18 વર્ષની ઉંમર પછી બનજે. પોલીસકર્મીઓએ તેની સાયકલ જીપમાં મૂકી અને ગાડીમાં બેસાડીને બાળકને ઉજ્જૈન લઈ આવ્યા હતા. ત્યારબાદ બાળકને માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *