ગુજરાત પોલીસની બેવડી નીતિ- કોરોનાના નિયમનો ભંગ કરનાર વર કન્યાની ફર્સ્ટ નાઈટ કરાવી પોલીસ સ્ટેશનમાં

વલસાડ(ગુજરાત): તાજેતરમાં કોરાના(Corana)નાં વધતા જતા કેસો દરમિયાન રાત્રિ કરફ્યુ સહિતનાં નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ દરમિયાન, વલસાડ પોલીસ(Valsad Police)નો સંવેદનહીન ચહેરો સામે આવ્યો છે.…

વલસાડ(ગુજરાત): તાજેતરમાં કોરાના(Corana)નાં વધતા જતા કેસો દરમિયાન રાત્રિ કરફ્યુ સહિતનાં નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ દરમિયાન, વલસાડ પોલીસ(Valsad Police)નો સંવેદનહીન ચહેરો સામે આવ્યો છે. જેમાં વલસાડ પોલીસનાં અસંવેદનશીલ વર્તનના કારણે નવપરણિત વરવધુ લગ્ન કરીને પોતાના ઘરે પહોંચે તે પહેલાં જ આખી રાત પોલીસ સ્ટેશન(Police station)માં વિતાવવી પડી છે. વલસાડમાં રાત્રિ કરફ્યુનાં નિયમોના નામે પોલીસ નવપરણિત વર-વધુને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

બીજી બાજુ સુરતના મોટા વરાછામાં બિલ્ડર લવજી બાદશાહની દીકરીના લગ્નમાં ચાર હજારથી વધુ લોકો એકઠા થયા હતા. અને ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહમાં કેટલાય નામાંકિત ચહેરાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ કેટલાય નેતા અને કેન્દ્રીય મંત્રી પણ હાજર રહ્યા હતા. આટલું જ નહિ, કોરોના જાહેરનામાના તો ધજાગરા ઉડી ગયા હતા, તેમછતાં પોલીસ મૌન બનીને તમાસો જોતી રહી હતી. અને અહિયાં સામાન્ય વ્યક્તિને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી બેવડી નીતિ દેખાડી છે.

રાત્રિ લગ્ન દરમિયાન વિદાય સમયે કરફ્યુનો સમય લાગુ થઇ ગયો હતો. આ દરમિયાન, પોલીસ આવી અને લોકડાઉન ભંગનો કેસ કરી નવ પરણિત દંપતિ અને જાનૈયાઓને પોલીસ મથકે લઈ ગઇ હતી. પોલીસ દ્વારા દરેકને પોલીસ સ્ટેશનમાં જ રાખ્યા. નેતાઓ નિયમ ભંગ કરે તો આંક આડા કાન કરતી પોલીસ દ્વારા નવ પરણિત દંપતિ અને જાનૈયાઓને નિયમો સમજાવીને પોલીસ મથકે રાખવાની કામગીરી પર લોકોમાં ક્યાંકને ક્યાંક પોલીસ સામે નારાજગી પણ જોવા મળી રહી છે.

જોકે, આ બાબતે ઘણા સવાલો પણ ઊભા થઇ રહ્યાં છે. જેમ કે, નેતાઆે દ્વારા નિયમ ભંગ થાય તો તમાશો જોતી પોલીસ શા માટે સંવેદનહીન બની ગઇ છે? કરફ્યુ પાલનનો દાખલો બેસાડવાના નામે નવદંપતિને રાતે પોલીસ મથકે રાખવા કેટલાં યોગ્ય?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *