આ વિડીયો જોઇને કહેશો જેઠાલાલને દારુ પીવડાવી દીધો છે કે શું?

Published on: 2:14 pm, Sat, 8 January 22

નાનાથી લઈને મોટા દરેકને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” શો પહેલી પસંદ છે, આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે, તો આ શોનું મુખ્ય પાત્ર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીના તો દુનિયાભરમાં ચાહકો ફેલાયેલા છે. જેઠાલાલ શોમાં હોય કે તેમના અંગત જીવનમાં હોય, તેમની સાથે જોડાયેલી બાબતો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતી હોય છે.

આ દરમિયાન, હાલમાં જ જેઠાલાલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાના પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ થતા જોવા મળી રહ્યા છે. તમને એમ લાગશે કે આમ તો મુંબઈ એરપોર્ટ ઉપર રોજ સેલેબ્સ સ્પોટ થતા હોય છે તો જેઠાલાલના સ્પોટ થવામાં નવું શું છે? તો તમને જણાવી દઈએ કે, આ દરમિયાન કંઈક એવું થયું જેના કારણે તેમનો વીડિયો લોકોને ખુબ જ હસાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જયારે જેઠાલાલ મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ થયા ત્યારે તેમના હાથમાં એક ટ્રોલી બેગ હતી. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી ભૂરા રંગના શરણ, પેન્ટ અને બ્રાઉન શૂઝમાં જોવા મળ્યા, તેમના કપાળ ઉપર તિલક પણ લગાવેલું જોવા મળ્યું. આ દરમિયાન જેઠાલાલ ખુબ જ ઉતાવળમાં હોય તેમ લાગી રહ્યું હતું.

ઉતાવળમાં જ જેઠાલાલ પોતાની ટ્રોલી બેગ લઈને ચાલી રહ્યા હતા ત્યારે તે ટ્રોલી બેગને તે અજીબ રીતે ખેંચી રહ્યા હતા. જેના કારણે ટ્રોલી બેગ ઘડીકમાં ડાબી બાજુ તો ઘડીકમાં જમણી બાજુ ચાલી જતી હતી. જેને જોઈને લોકોને ખુબ જ હસવું આવી રહ્યું હતું. વિડીયોમાં જોઈ શકાય છે કે, કોઈએ તેમને પાછળથી કહ્યું તેના બાદ તેમને બેગ સરખી કરી.

જેઠાલાલ ઉતાવળમાં જ પોતાના પરિવાર સાથે તેમની કાર તરફ ચાલ્યા ગયા. જોકે, તમને જણાવી દઈએ કે જેઠાલાલ ક્યાંય ગયા નહોતા પરંતુ ક્યાંકથી તેઓ મુંબઈમાં પાછા આવી રહ્યા હતા. આ દરમિયાન જ તેઓ મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ થયા અને ત્યાંથી તેમનો આ ફની વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati trishul news, જેઠાલાલ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, સોશિયલ મીડિયા