અમદાવાદમાં કોંગ્રેસી ધારાસભ્યની કારે એક વ્યક્તિને અડફેટે લેતા મોત નીપજ્યું

Published on Trishul News at 4:50 PM, Wed, 4 December 2019

Last modified on December 4th, 2019 at 4:51 PM

પોલીસના કહેવા મુજબ સોમવારે અમદાવાદ શહેરમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કાર સાથે એક સ્કૂટર અથડાતા 47 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જે ઘટના બાદ મૃતકના પરિવારે એવો આક્ષેપ પણ લગાવ્યા છે કે તે કાર કોઈ ડ્રાઈવર નહિં પરંતુ શૈલેષ પરમારનો દિકરો ખુદ ચલાવી રહ્યો હતો જેથી પોલીસ તપાસમાં ઘણુ મોટુ રહસ્ય દબાવવાનો પ્રયત્ન કરી રહી છે.

ગુજરાતના કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારની ઇનોવા કાર દ્વારા કરવામાં આવેલા એક હિટ ઍન્ડ રન કેસમાં અમદાવાદના મેમનગર વિસ્તારમાં 47 વર્ષીય પ્રફુલ્લ પટેલનું મૃત્યુ થયું છે. પ્રફુલ્લ સોમવારે સાંજે પોણા સાત વાગ્યે સ્કૂટર લઈને મેમનગર વિવેકાનંદનગર ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ તે જ સમયે એક ઇનોવા કાર (GJ01RX9972)કે જે દાણીલીમડા વિધાન સભાના ધારાસભ્ય શૈલેષ પરમારની છે, તે કારથી ટક્કર મારવામાં આવી હતી. જેથી આ અક્સ્મતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું.

ઘટના થયાના બીજા દિવસે એટલે કે 48 કલાક બાદ બપોરે અંદાજે ચાર વાગ્યે શૈલેશ પરમારના ડ્રાઇવરને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો અને અકસ્માતનો ગુનો તેણે કબૂલ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે CCTV કેમેરાની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે કાર દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમારની હતી અને ઘટના સમયે ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસાર એકલો જ વાહનમાં હતો.

ગુનેગારને છુપાવવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ

પોલીસની વાતથી મૃતકના કોઈ પણ સગા સહેમત નથી અને તેઓએ જણાવ્યુ છે કે, અક્સ્માત જે ચાલકે કર્યો હતો તે ડ્રાઈવરને આ લોકોએ હાજર કર્યો નથી અને કોઈ બનાવટી માણસને લઈ આવી પોલીસને સોંપવામાં આવ્યો છે. તેથી આ મુદ્દા પર સઘન તપાસ કરવા માટે તમામ પરિવારના લોકોએ ઉચ્ચ અધિકારીને રજૂઆત પણ કરી છે. અને તેઓનું કહેવું છે કે આ ગાડી ધારાસભ્ય શૈલેશ પરમારનો પુત્ર ચલાવી રહ્યા હતો. જોકે, ડ્રાઇવર બીજો કોઈ હોવાની શંકા છતાં ભોગ બનનારના પિતરાઈ દિવ્યેશ પટેલે સમક્ષ પોલીસ તપાસ પરત્વે સંતોષ વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "અમદાવાદમાં કોંગ્રેસી ધારાસભ્યની કારે એક વ્યક્તિને અડફેટે લેતા મોત નીપજ્યું"

Leave a comment

Your email address will not be published.


*