મોજશોખ પુરા કરવા ચોરી કરતા લબરમૂછિયાને ક્રાઈમ બ્રાંચે ઝડપી પડ્યા

Published on: 2:51 pm, Tue, 27 July 21

અમદાવાદ(ગુજરાત): અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાંચે કરેલ ધડપકડમાં બાઇકચોર ગેંગના સપના બેફામ મોજશોખ કરવાના હતા. તે જ મોજશોખની આદતોએ તેમને આરોપી બનાવી દીધા હતા. 13 ચોરીની બાઈક સાથે પકડાયેલા 4 આરોપીઓની કહાની ફિલ્મી છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાથે દેખાતા આરોપી એકટીવા ચોરી કરવામાં પ્રખ્યાત છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી આરોપીઓ એકટીવા ચોરી કરતા હતા. પછી આ ચોરીની એકટીવાને ધોળકા પાસે બે રીસીવરને વેચી નાખતા હતા. અમદાવાદ એલસીબીને આ ઘટનાની જાણ થતા પોલીસે વોચ ગોઠવી બાઈક ચોરી કરતી ગેંગના 4 વ્યક્તિની ધડપકડમાં મોટી સફળતા મેળવી છે.

મળતી માહિતી અનુસાર, આરોપીમાં માજીદ અને રફીક ચોરી કરવાના માસ્ટરમાઈન્ડ છે. લોક ખુલ્લું હોય તેવી એકટીવા દોરીને આગળ લઈ જવી અને ત્યારબાદ ઇગ્નિશિયનના વાયર જોઈન્ટ કરી બાઇકની ચોરી કરતા હતા. એક બે બાઈકની શરૂઆતમાં ચોરી કરવામાં સફળતા મળતા તેમણે બાઇકની ચોરી કરાવનું શરુ રાખ્યું હતું. ભેજાબાજ આરોપીઓ અમદાવાદમાંથી ચોરી કરેલી બાઇકો ધોળકામાં રહેતા રીસીવર યાસીન અને અસ્ફાકને વેચી રૂપિયા મેળવતા હતા. પરંતુ કહેવાય છે ને કે પાપનો ઘડો છાપરે ચડીને પોકારે. આ કિસ્સામાં પણ કંઈક આવું જ થયું છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાઈક ચોરી કરતી ગેંગની કરતૂતોની ખબર પડી અને ટ્રેપ ગોઠવીને ચારે આરોપીઓને રંગેહાથ ચોરીની બાઇક ખરીદ વેચાણ કરતા પકડી પાડયા હતા. હાલ આ ગેંગના ચારેય આરોપીઓની પૂછપરછમાં ચોરીની 13 એક્ટિવા મળી આવી છે. પરંતુ પોલીસને આ ભેજાબાજ ટોળકીના રિમાન્ડ દરમિયાન વધુ ગુનાના ભેદ પણ ખૂલે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.