અમદાવાદમાં ફરી એક વાર સ્ટંટ કરતો વિડીયો થયો વાઈરલ, સ્કૂલ પાસે યુવકે ખુલ્લી જીપમાં કર્યો સ્ટંટ

અમદાવાદ(ગુજરાત): છેલ્લા કેટલાક સમય ગુજરાતમાંથી જન્મ દિવસની અલગ અલગ રીતે ઉજવણી કરીને વીડિયો વાયરલ કરવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું…

અમદાવાદ(ગુજરાત): છેલ્લા કેટલાક સમય ગુજરાતમાંથી જન્મ દિવસની અલગ અલગ રીતે ઉજવણી કરીને વીડિયો વાયરલ કરવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. ક્યારેક તલવાર વડે કેક કાપીને કે ક્યારેક ફાયરિંગ કરીને ઉજવણીના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા હતા.

જોકે, તાજેતરમાં સ્વાતંત્રતા દિવસે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવકનો જીપના બોનેટ ઉપર ઊભાર રહીને સ્ટંટ કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ભારતનો ધ્વજ પણ આ વીડિયોમાં જીપ ઉપર લહેરાતો જોવા મળી રહ્યો છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર ગઇકાલે એક જીપ કારમાં સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. જો કે આ વીડિયો નિકોલ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો નિકોલમાં આવેલ દેવસ્ય સ્કૂલ રોડ પરનો હોવાનુ જાણવા મળી રહ્યું છે. જો કે વીડિયો બનાવનાર વ્યક્તિએ કાયદાનું ઉલ્ઘન કરતો હોય તે રીતે વીડિયો બનાવ્યો છે.

જે જગ્યા એ આ વીડિયો બનાવવામાં આવ્યો છે ત્યાંના સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ રોડ આરસીસીનો હોવાથી અને બંપના હોવાથી અનેક લોકો અહીં સ્ટંટ કરતા જોવા મળે છે. વીડિયો અંગે પોલીસને જાણ થતાં વીડિયોના આધારે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *