અમદાવાદમાં બેરોજગાર એન્જિનિયરે સાઈકલ ચોરી કરવા એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસ પણ ગોટે ચડી

Published on: 12:57 pm, Tue, 14 September 21

અમદાવાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં ચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદની (Ahmedabad) વાડજ પોલીસ(Vadaj police) દ્વારા એક એવા સાયકલ ચોરની(Cycle theft) ધરપકડ કરવામાં આવી છે જેની પાસેથી એક બે કે પાંચ નહિ પણ 36 સાયકલ પોલીસને મળી આવી છે. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તેના પિતાનું કોરોનામાં(father died in Coronavirus) મુત્યુ નીપજ્યું હતું.

જેથી બધી જવાબદારીઓ તેના માથે આવી ગઈ હતી. પરંતુ, આ જવાબદારીનો બોજ સહન ન કરી શકતા અને નોકરી છૂટી જતા તે સાયકલ ચોરીના રવાડે ચઢી ગયો હોવાનું સામે આવ્યું છે. મોટાભાગની સાયકલની કિંમત 20 હજારથી વધુ છે અને આરોપી પાંચ સાત હજારમાં આ સાયકલ વેચી દેતો હતો. આ સાથે જ તેણે મોટાભાગની સાયકલ શહેર આર્મી કેંટોનમેન્ટમાં વેચી હોવાનું પણ સામે આવ્યું છે.

અમદાવાદ શહેરમાં હવે વાહન ચોરીની સાથે-સાથે લોકોના ફ્લેટ જે સોસાયટીમાંથી મોંઘીદાટ સાયકલો ચોરી થતી હોવાની એક બાદ એક ઘટનાઓ બની રહી છે. આ દરમિયાન, તાજેતરમાં ઝોન 7 એલસીબીએ આવા જ સાયકલ ચોરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે વાડજ પોલીસ દ્વારા આવા સાયકલ ચોરની ધરપકડ કરી અનેક ગુનાના ભેદ ઉકેલવામાં આવ્યા છે. આ ઉપરાંત, વાડજ પોલીસ દ્વારા બાતમી આધારે અનમોલ દુગગલ નામના આરોપીની સાયકલ ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, આરોપી મૂળ દિલ્હીનો છે અને ઉસમાનપુરા તથા સાબરમતીમાં ઘર ધરાવે છે. કોરોનાકાળથી તે સાયકલ ચોરીના રવાડે ચઢ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી અનમોલ સોસાયટીઓમાં કે ફ્લેટમાં જઈને મોંઘીદાટ સાયકલો ચોરી લેતો હતો. ત્યારબાદ તે સાયકલ વેચવા નીકળતો અને પોતે સાયકલનું ગોડાઉન ધરાવે છે તેમ કહી લોકોને પાંચથી સાત હજારમાં આ સાયકલો વેચી દેતો હતો. આરોપી પાસેથી પોલીસ દ્વારા 36 સાયકલ કબ્જે કરવામાં આવી છે. અને નારણપુરા, નવરંગપુરા, યુનિવર્સિટી અને વાડજના અનેક ગુનાના ભેદ ઉકેલવામાં આવ્યા છે.

આ અંગે વાડજ પીઆઇ વી.આર ચાવડાએ જણાવ્યું કે, આરોપી અનમોલ આઇટી એન્જીનીયર થયેલો છે. તેની નોકરી કોરોનામાં જતી રહેતા તે બેકાર બન્યો હતો. ત્યાં તેના પિતાનું પણ અવસાન થતાં તેના પર જવાબદારીઓ આવી ગઈ હતી. એકતરફ નોકરી નહિ અને બીજી બાજુ પિતાનું અવસાન થતાં તે સાયકલ ચોરીના રવાડે ચઢ્યો હતો. આટલું જ નહીં મોટાભાગની સાયકલો તેણે આર્મી કેંટોનમેન્ટમાં વેચી હોવાનો પણ ખુલાસો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.