ભાઈના લગ્નનું મુહૂર્ત કઢાવવા જતી બહેનને અજાણ્યો યુવક ઘરમાં ખેંચી ગયો, અને કર્યું એવું કે…

ગુજરાત રાજ્યમાં અવાર નવાર અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. એવા જ સમયમાં અમદાવાદ શહેરમાં રહેનાર એક પરિણીતા છેડતીનો ભોગ બની છે. આ યુવતીનાં ઘરમાં…

ગુજરાત રાજ્યમાં અવાર નવાર અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. એવા જ સમયમાં અમદાવાદ શહેરમાં રહેનાર એક પરિણીતા છેડતીનો ભોગ બની છે. આ યુવતીનાં ઘરમાં એનાં ભાઈનાં લગ્નનો પ્રસંગ હોવાનાં લીધે સાસરેથી પિયરમાં આવી હતી. પરિણીતા તેમજ પરિવારજનો ભાઈનાં લગ્નનું મુહૂર્ત કઢાવવા માટે ગયા હતા. આમાં પરિણીતા એક દુકાનેથી સેવ-મમરાનું પેકેટ લઈ એનાં દાદાને ત્યાં જતી હતી ત્યારે જ એક યુવક આવ્યો. આ યુવક પરિણીતાને એક ઘરમાં ખેંચીને લઇ ગયો હતો.

યુવતી કંઈ સમજે તે અગાઉ જ યુવક દ્વારા તેણીને બાહુપાશમાં ઝકડી લેવામાં આવી હતી તેમજ તેની સાથે શારીરિક અડપલાં કરવાનું ચાલુ કરી દીધું હતું. યુવતી દ્વારા પોતાને મુક્ત કરાવવા  માટે યુવકને પગમાં લાત મારીને ત્યાંથી ભાગી ગઈ હતી. એ પછી યુવતીનો સમગ્ર પરિવાર લગ્નની તૈયારી કરવાને બદલે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો તેમજ આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનાં ઠક્કરનગરમાં સાસરિયામાં રહેનાર 29 વર્ષની યુવતીનાં ગોમતીપુર ખાતે રહેતા ભાઈનાં લગ્ન હતા. તેની તેણી સાસરેથી ગોમતીપુર લગ્નમાં આવી હતી. એ પછી પરિવાર લગ્નનું મુહૂર્ત કઢાવવા માટે ગયો હતો.

યુવતીનાં માતાપિતા સહિતનાં લોકો બીજા સંબંધી પાસે જઈ રહ્યા હતા તે સમયે આ યુવતી એનાં દાદાનાં ઘરે જઈ રહી હતી. ત્યારે જ ત્યાં એક યુવકની નજર બગાડીને યુવતીને બળબજરી પૂર્વક ખેંચીને એક ઘરમાં લઈ ગયો હતો. અચાનક બનેલ આ બનાવને કારણે યુવતી એટલી ધબરાય ગઈ કે, બૂમો પણ પાડી શકી ન હતી. ઘરમાં લઈ ગયા પછી યુવક દ્વારા યુવતીને બાહુપાશમાં પકડી લેવામાં આવી હતી તેમજ યુવતીનાં બધા અંગો પર સ્પર્શ કરવા લાગ્યો હતો.યુવતી દ્વારા પોતાના બચાવનાં ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ યુવક વાસનામાં ખોવાઈ ગયો હતો.

છેવટે યુવતી દ્વારા આ શખ્સને પગમાં લાત મારતા યુવક ખસી ગયો હતો તેમજ યુવતી ત્યાંથી ભાગી ગઈ. યુવતી દ્વારા આ વિશે પરિવારને વાત કરવામાં આવી હતી. એ પછી યુવતીનાં પરિવારનાં સભ્યોએ અપરાધી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એવી માંગની સાથે પોલીસ પહોંચી ગયા હતાં. પરિવાર દ્વારા અમિત પટણી નામનાં વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બાબતે બાપુનગર પોલીસ દ્વારા આઈપીસી-354 હેઠળ ગુનો નોંધી અપરાધીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *