11 રૂપલલનાઓ બોલાવી અમદાવાદમાં ચલાવાતું હતું કુટણખાનું- પોલીસે કરી રેડ અને પછી…

ગુજરાત રાજ્યમાં અવર-નવાર અનેક જગ્યાઓથી ગેરકાયદેસર ચાલતા કૂટણખાનાના પર્દાફાશ થતો હોય છે, ત્યારે મંગળવારે સાંજે અમદાવાદના કૃષ્ણનગરમાંથી એક કૂટણખાનું ઝડપાયું છે. કૃષ્ણનગર પોલીસે આ ઘટનામાં…

ગુજરાત રાજ્યમાં અવર-નવાર અનેક જગ્યાઓથી ગેરકાયદેસર ચાલતા કૂટણખાનાના પર્દાફાશ થતો હોય છે, ત્યારે મંગળવારે સાંજે અમદાવાદના કૃષ્ણનગરમાંથી એક કૂટણખાનું ઝડપાયું છે. કૃષ્ણનગર પોલીસે આ ઘટનામાં 3 મકાનમાંથી 11 યુવતીઓને મુક્ત કરાવી છે. અહીં તેઓ પાસે દેહવેપાર કરાવવામાં આવતો હતો. આ ઘટનામાં પોલીસને જાણવા મળી રહ્યું છે કે કૃષ્ણનગરમાં 3 મકાન ભાડે રાખીને રાજુ યાદવ નામનો વ્યક્તિ છેલ્લાં કેટલાક સમયથી આ કૂટણખાનું ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. તે 11 જેટલી યુવતીઓને ગોંધી રાખી તેમની પાસે અનૈતિક કામ કરાવવામાં આવી રહ્યું હતું.

મધ્ય ગુજરાતમાં આવેલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ઓડાના મકાન આવેલા છે, ત્યાં ઔડાના 3 મકાનમાં ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર રાજુ યાદવ નામના આરોપીએ મુંબઈ, મહારાષ્ટ્ર અને બંગાળથી યુવતીઓને બોલાવતો હતો અને તેમની પાસે અનૈતિક કામ કરાવતો હતો. જોકે, પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત તો એ સામે આવી છે કે, આરોપી રાજુ યાદવે કરારના આધારે આ મકાનોમાં પોતાનો કબજો કર્યો હતો. અને ત્યાર પછી આ મકાનોમાં જ તેણે 11 જેટલી યુવતીઓને ગોંધી રાખી તેમની પાસે અનૈતિક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી.

અમદાવાદ કૃષ્ણનગર પોલીસને મંગળવારે સાંજે બાતમી મળી હતી કે, ઔડાના 3 મકાનમાં ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે, પોલીસને સમગ્ર ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ હતો. અંદર મકાનમાં યુવતીઓને રાખવામાં આવી હતી. પોલીસ રૂમમાં અંદર પહોંચી તો ચોંકી ઉઠી હતી. મકાનની અંદર ગ્રાહકોને વીઆઈપી જેવી સુવિધાઓ આપવામાં આવી રહી હતી. ઔડાના મકાનના રૂમોમાં એસી, એલઈડી ટીવી સહિતની સુવિધાઓ પણ રાખવામાં આવી હતી.

અમદાવાદમાં આવેલ કૃષ્ણનગર પોલીસે કાર્યવાહી દરમિયાન એક ગ્રાહકની પણ ધરપકડ કરી છે. પોલીસે કાર્યવાહી કરતા રોકડા રૂપિયા 14,540, ત્રણ એલઈડી ટીવી, 5 એસી, 12 મોબાઈલ અને 1 રિક્ષા જપ્ત કરી છે. રાજુ યાદવ નામના શખ્સ કુટણખાનું ચલાવતો હતો તે વ્યક્તિ ફરાર થઈ ગયો છે. કૃષ્ણનગર પોલીસે કુટણખાનું પકડી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *