તું મારી સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો તને જીવતી… કહીને યુવકે

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના અમદાવાદમાંથી સામે આવી છે.

એકલતાનો લાભ લઈને નરાધમ યુવકે મહિલા પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી. મહિલાએ ઇન્કાર કરતા જ આરોપીએ શારીરિક સંબંધ નહીં રાખે તો બદનામ કરીને જીવતા જ મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી મહિલા છેલ્લા કેટલાક સમયથી એક સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. અને અમદાવાદમાં પોતે એકલી જ રહે છે.

પોલીસ સ્ટેશનમાં મહિલાના જણાવ્યા અનુસાર, તે છેલ્લા દસેક વર્ષથી ભરત વ્યાસ નામના વ્યક્તિને ઓળખે છે. 15મી જૂનના સવારે આરોપી ફરિયાદીના ઘરે તેમના ખબર અંતર પૂછવા માટે આવ્યો હતો અને આ દરમિયાન યુવકે એકલતાનો લાભ લઈને યુવતી પાસે શારીરિક સબંધની બાંધવાની માંગણી કરી હતી.

આ દરમ્મયાન, મહિલાએ ના પડી હતી ત્યાર બાદ આરોપી ઉશ્કેરાયો હતો અને મહિલાને ગંદી ગાળો આપવા માંડ્યો હતો. ફરિયાદીએ તેને આવું ન કરવાનું કહેતા તેણે ધમકી આપી હતી કે, “તું મારી સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો તને બદનામ કરી જાન થી મારી નાખીશ.” આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જે બાદમાં આરોપી ત્યાંથી જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *