ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

પતિને એકલા મૂકી પિયરમાં જતી પત્નીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો- “તું તારા પિયર જઈશ તો…”

અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પતિની રિક્ષાના હપ્તા ભરવા માટે આ યુવતી નોકરી કરતી હતી અને હપ્તા પણ ભરતી હતી. તેમ છતાંય પતિ તેને ત્રાસ આપતા તેને પિયર જવાનું નક્કી કરી લીધું હતું. પોતાની માતાના ત્યાં જવાની વાત પતિને કરતા પતિએ આવેશમાં આવીને “જો તું તારી મમ્મી ના ઘરે જઈશ તો મારુ ગળું કાપીને મરી જઈશ નહિ તો તને મારી નાખીશ” એવી ધમકી આપી હતી.

અમદાવાદ શહેરનાં જુહાપુરામાં રહેતી 26 વર્ષીય યુવતી સ્વસ્તિક ચાર રસ્તા પાસે એક હૉસ્પિટલમાં ડોનર પેશન્ટની એજન્ટ તરીકે કામ કરે છે. વર્ષ 2001માં આ યુવતીના લગ્ન થયા હતા પણ પતિ સાથે મનમેળ ન રહેતા તેણે છૂટાછેડા લીધા હતા.

બાદમાં વર્ષ 2016માં યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. તેનો પતિ રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો અને યુવતી નોકરી કરતી હતી. લગ્નના ત્રણેક માસ બાદ નાની એવી ઘરકામની બાબતોમાં પતિ તેની સાથે ઝગડો કરતો હતો. એક દિવસ યુવતી બીમાર હતી તો હૉસ્પિટલ જવા માટે રૂપિયા માંગ્યા હતા. જેથી પતિએ આ રૂપિયા ન આપ્યા. રિક્ષાના હપ્તા પણ યુવતી ભરતી અને ચારેક હપ્તા પણ ભરી દીધા હતા.

આ બાબતોને લઈને ઝગડા થતા હતા ત્યારે યુવતી પણ કંટાળી અને કહ્યું કે, રિક્ષાના હપ્તા અને ઘરનું ભાડું ભરીને તે થાકી છે. જેથી યુવતીએ ભાડાનું ઘર ખાલી કરી તેની માતા ના ઘરે જતી રહેવાનું કહેતા પતિ આવેશમાં આવી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.