કાચી પાંત્રીસનો મસાલા માવો બન્યું મોતનું કારણ- જાણો કયાની છે ઘટના

Published on: 11:03 am, Sun, 9 August 20

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, એવામાં ઘણાં લોકો માવો કે સિગરેટનાં પ્રેમીઓ જોવાં મળતાં હોય છે, ત્યારે તેઓની માટે એક ઘટના સામે આવી રહી છે. નશાના બંધાણીઓ ઘણીવાર નશો કરવાની આદતમાં ન કરવાનું કામ કરી લેતાં હોય છે.

આવી ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરનાં ઓઢવ વિસ્તારમાંથી સામે આવી છે. અહીં મસાલા ખાવાં માટે પૈસા ન આપતા યુવાન પર જીવલેણ હુમલો કર્યો છે. ઓઢવ વિસ્તારમાં રહેતા રંજનબેન પરમારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે, કે દશામાનું જાગરણ હોવાથી તેઓ તથા તેમના સાસુ પણ ભજન સાંભળી રહ્યા હતા.

આ દરમિયાન તેમનો દિયર અચાનક જ ત્યાં આવી પહોંચ્યો હતો. દિયરે જણાવતાં કહ્યું હતું, કે તેમના પતિને રીકીન ઉર્ફે ચકા વાઘેલાએ કટારનાં ઘા મારીને લોહીલુહાણ કર્યા છે. જેનાંથી ફરિયાદી તાત્કાલિક જ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.અહીં મહિલાનાં પતિએ લોહીલુહાણ થયેલ હાલતમાં તેમને જણાવ્યું હતું, કે તેઓ મિત્રોની સાથે ચાલીમાં રિક્ષામાં બેઠેલાં હતા.

આ દરમિયાન રીકીન ઉર્ફે ચકો વાઘેલા ત્યાં આવી પહોચ્યો હતો તથા કહેવા લાગ્યો હતો, કે મારા ઘરમાં દશામાંને બેસાડ્યા છે. આજે જાગરણ છે, તો મસાલાના પૈસા આપ. જો કે, ઇજાગ્રસ્ત યુવાને પૈસા આપવાની ના પાડતાં જ આરોપીએ તેને કટારના કુલ 3 ઘા માર્યા હતા તેમજ ત્યાંથી ફરાર પણ થઈ ગયો હતો.

બીજી બાજુ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે તાત્કાલિક જ પાસેની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપીની વિરુદ્ધ પોલીસે હત્યાનો પ્રયત્નનો ગુનો દાખલ કરીને આગળની તપાસ પણ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP