ભાજપના ગઢમાં જ ભાજપ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, PM મોદીને લઈને લખ્યું કે…- જાણો શું છે મામલો

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં ભાજપ(BJP)નો ગઢ ગણાતા નારણપુરા(Naranpura)માં ભાજપ વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, રોડ કપાતને લઈ સ્થાનિકો દ્વારા સોસાયટી બહાર પોસ્ટર લગાવવામાં…

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં ભાજપ(BJP)નો ગઢ ગણાતા નારણપુરા(Naranpura)માં ભાજપ વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, રોડ કપાતને લઈ સ્થાનિકો દ્વારા સોસાયટી બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં ઈલેક્શન વખતે આપેલા વચનો નેતા ભૂલ્યા છે તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે.

જાણો શું લખવામાં આવ્યું છે આ પોસ્ટરમાં:
નારણપુરામાં ભાજપ વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને તેમાં લખવામાં આવ્યું છે કે, ભાજપ તારી ચાલ નિરાળી, વોટ મળે પછી પ્રજા બિચારી. સાથે જ વધુ એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, મોદીજી કહે વૃક્ષ વાવો અને પ્રશાસન કહે વૃક્ષ હટાવો. હજુ એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, જનતા પૂછે એક જ વાત, કોના દબાણથી થાય કપાત?

મહત્વનું છે કે, નારણપુરા ક્રોસિંગથી લઈ નારણપુરા ગામ સુધીની સોસાયટીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત દુકાનોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. કપાતની નોટિસ મળતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોના કહ્યા અનુસાર, ઈલેકશન અગાઉ નેતાઓએ રોડ રસ્તાનું કોઈ પણ પ્રકારનું કટિંગ નહીં આવે તેવા વચનો આપવામાં આવ્યા હતા.

ત્યારે હવે ભાજપના ગઢ ગણાતા નારણપુરામાં ભાજપનો વિરોધ થઇ રહી છે. શું નેતાઓ વચન આપતા હોય છે તે માત્ર ચુંટણી પૂરતા જ હોય છે? તે પ્રકારના અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *