16 વર્ષની સગીરા સાથે તેના પિતાએ જ કર્યું એવું ગંદુ કામ કે.., જાણીને તમે પણ કહેશો ફાંસીએ ચડાવો

આજકાલ આપણે જાણીએ જ છીએ કે, બળાત્કારના કેસોમાં દિવસેને દિવસે ભારે વધારો જોવા મળ્યો છે. એવું લાગી રહ્યું છે કે, મહિલાઓ જાણે એક પણ જગ્યાએ…

આજકાલ આપણે જાણીએ જ છીએ કે, બળાત્કારના કેસોમાં દિવસેને દિવસે ભારે વધારો જોવા મળ્યો છે. એવું લાગી રહ્યું છે કે, મહિલાઓ જાણે એક પણ જગ્યાએ સુરક્ષિત નથી. આ દરમિયાન એક એવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પિતા સહીત પાંચ વ્યક્તિઓએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

અમદાવાદના ઇસનપુરમાં રહેતી એક સગીરા પર પાંચ વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાથી હોબાળો મચી ગયો છે. દુષ્કર્મની આ ઘટનામાં સગીરાના પાલક પિતા પણ હોવાનું સામે આવ્યું છે. 16 વર્ષની સગીરાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસ દ્વારા પાલક પિતા સહિત પાંચ આરોપીઓને ઝડપીને મેડિકલ ટેસ્ટ કરાવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ આશરે 1 વર્ષ પહેલા કિરણસિંહ ઝાલા નામના વ્યક્તિએ પીડિતાને પાલક પિતા તરીકે ચાંદોગરમાં પોતાના ઘરે રાખી હતી.

આરોપી સગીરાની માતાની ગેરહાજરીમાં અવારનવાર બળજબરી પુર્વક તેની સાથે તે સંબંધ બાંધતો હતો. કોઇને કહેવા પર સગીરાને ઘરેથી કાઢી મુકવાની ધમકી આપતો હતો. જોકે આ વાતની જાણ સગીરાની માતાને થઇ હતી. જેના પગલે બે મહિના પહેલા તે તેને ઇસનપુર ચંડોળા તળાવ પાસે મુકી ગયા હતા.

જોકે, સગીરાને માતા સાથે રહેવું હોવાથી તે ઇસનપુરથી ચાંદોગર જવા નારોલ સર્કલ રીક્ષા સ્ટેન્ડ પર ઉભી હતી. આ દરમિયાન રવિ નામનો વ્યક્તિ તેને લગ્નની લાલચ આપીને રીક્ષામાં લાંભામાં પોતાના મિત્ર હસમુખના ઘરે લઇ ગયો હતો. ત્યાં તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની જાણ થતાં હસમુખે પણ પરાણે સંબંધો બાંધ્યા હતા.

રવિ અને હસમુખ બંન્ને પીડિતાને હસમુખના મમ્મીના ઘરે પીપળજ લઇ ગયા હતા. અહીં દશરથ તથા સેધીયા નામના બે વ્યક્તિએ સગીરાને પોતાની સાથે રાખવા અને લગ્ન કરવાનું કહીને એકબીજાની મદદથી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે પીડિતા દ્વારા ઇસનપુર પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. હાલમાં તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ પોક્સો તથા IPCની કલમ હેઠલ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *