ગર્લફ્રેન્ડને મોજ મસ્તી કરાવવા આ અમદાવાદી બોયફ્રેન્ડ કરતો હતો ગાડીઓની ચોરી અને… -જુઓ માસ્ટર માઇન્ડ આશિકની ક્રાઇમ કુંડળી

Published on: 4:58 pm, Tue, 4 May 21

આજકાલ ચોરીની વધતી જતી ઘટનામાં એક એવી અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે જેમાં ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા અને અલગ અલગ એક્ટિવા પર ફેરવવા માટે એક યુવક એક્ટિવા ચોરતો હતો. આજે આ યુવક આખરે પોલીસ ગિરફતમાં આવી ગયો છે. આરોપી તેની ગર્લફ્રેન્ડને ચોરેલા એક્ટીવા પર ફરવા લઇ જાય પછી એક્ટિવાને  બીનવારસી મૂકી દેતો હતો. વટવા જીઆઇડીસી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરતા અનેક ગુનાનો ભેદ ઉકેલતા આરોપીએ ઉંમર કરતા વધારે વાહનો ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે.

કોઇ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ચોરી કરે તો કોઇ નશો કરવા માટે ચોરી કરે. પરંતુ, વટવા જીઆઇડીસી પોલીસના હાથે એક એવો ચોર ઝડપાયો જે ગર્લફ્રેન્ડને ઇમપ્રેસ કરવા માટે ચોરીના રવાડે ચઢી ગયો છે. ચોરેલા એક્ટીવામાં ગર્લફ્રેન્ડને બેસાડીને અલગ અલગ જગ્યા પર ફરવા લઇ જતો હતો અને જ્યારે તે ઘરે જતી રહે તો ચોરેલા એક્ટીવાને બીનવારસી મકી દેતો હતો.

જાણવા મળ્યું છે કે, વટવા જીઆઇડીસી વિસ્તારમાં એક્ટીવાની ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યુ હતું ત્યારે પોલીસે ચોરને પકડવા માટે એડીચોટીનું જોર લાગવી દીધુ હતું. બે મહિનાની મહેનત બાદ સીસીટીવી ફુટેજના આધારે પોલીસ દ્વારા એક્ટીવા ચોરની રંગે હાથ ધરપકડ કરવામાં આવી છે.

વટવા જીઆઇડીસી પોલીસ દ્વારા મુળ યુપીનો અને બાપુનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષિય અસ્લમ ઉર્ફે છોટુ અહેમદ શેખની આઠ ચોરીના એક્ટીવા સાથે ધરપકડ કરવામાં આવી છે. અસ્લમની જેટલી ઉંમર થઇ છે તેના કરતા વધુ તો તેણે એક્ટીવાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે.

અસ્લમે પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે, તે એક કારખાનામાં નોકરી કરે છે અને તે પોતાની ગલફ્રેન્ડની ઇમ્પ્રેસ કરવા માટે એક્ટીવાની ચોરી કરે છે. ગલફ્રેન્ડ મળવા માટે આવે ત્યારે તે એક્ટીવા ચોરી કરતો હતો અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યા પર ફેરવીને જ્યારે તે પરત ઘરે જાય ત્યારબાદ એક્ટીવાને બીનવારસી મુકી દેતો હતો.

આ ઉપરાંત પોલીસ સમક્ષ તેણે 15 કરતા વધુ એક્ટીવા ચોરી કરી હોવાની કબુલાત પણ કરી છે. જેમાંથી પોલીસે આઠ એક્ટીવા રીકવર કર્યા છે. એક્ટિવામાં જૂની ચાવી લાગી જતી હોવાથી જ તે એક્ટિવા ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થઈ જાય એટલે બિનવારસી મૂકી દેતો હતો.

એવું નથી કે, ચોરીના ગુનામાં આ અસલમ પહેલી વાર ઝડપાયો છે. પણ હકીકત એ છે કે, અસલમ આ પહેલા 18 જેટલી ચોરીઓને અંજામ આપી જેલની હવા ખાઈ ચુક્યો છે. જેલની હવા જાણે કે માફક આવી ગઈ હોય તેમ હજુય ચોરી કરવાનું ચાલુ રાખતા આખરે પોલીસના હાથે ફરી એક વાર ઝડપાઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.