અંબાલાલ પટેલની આગાહી: કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આ જગ્યાએ કરા સાથે પડશે વરસાદ

અવાર-નવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી રહે હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી ગુજરાતને લઈ સામે આવી રહી છે. સમગ્ર રાજ્યમાં…

અવાર-નવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી રહે હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી ગુજરાતને લઈ સામે આવી રહી છે. સમગ્ર રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેને લીધે ગરમીનાં પ્રમાણમાં વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં ઉનાળાની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તથા મહત્તમ તાપમાન 38 ડિગ્રી આસપાસ નોંધાઇ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, તાપમાન 2થી 3 ડિગ્રી વધી જશે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 14 એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધી જતા સમગ્ર રાજ્યમાં લોકો ગરમીથી શેકાય રહ્યા છે.

હવામાનમાં આવશે પલટો:
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરવામાં આવી હતી કે, સમગ્ર રાજ્યમાં 17 થી 20 એપ્રિલ સુધીમાં હવામાનમાં પલટો આવશે. સમગ્ર રાજ્યના કેટલાક ભાગોમાં હવામાન પલટો આવ્યો હતો પણ હજુ પણ ગલ્ફ તરફથી ધૂળની સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મહિનાની અસર આવ્યા કરશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેશે. દિલ્હીના આજુબાજુ વિસ્તાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશના ભાગોમાં તેમજ ગુજરાતના કચ્છમાં ગાજવીજની સાથે વરસાદ પડી શકે છે.

ગાજવીજ સાથે પડશે કરા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 17 થી 20 એપ્રિલના દેશના ઉત્તર ભારતના ભાગોથી, રાજસ્થાન તથા કચ્છના ભાગોમાં અસર થશે. કચ્છ તથા ઉત્તર ગુજરાતના ઉપરના ભાગોમાં ધૂળ તથા વંટોળની સાથે ગાજવીજ સાથે કરા પડવાની સંભાવના રહેલી છે. દક્ષિણ ભારતમાં વરસાદની શકયતા રહેલી છે. આની સાથે તમિલનાડુ તથા કર્ણાટકના ભાગો પ્રભાવિત થશે.

ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે:
26 માર્ચ બાદ પણ વાતાવરણમાં પલટા આવી શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને લીધે ગરમીમાં વધઘટ થશે. ઉનાળામાં પણ હવામાનમાં થતા બદલાવથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. અનેકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હવામાનમાં પલટો આવે છે જેને લીધે કૃષિ પાકને નુકસાન થાય છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરવામાં આવી છે કે, 19થી 23 અપ્રિલ ના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કરા પડવાની સંભાવના રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *