ફરીએકવાર લોહીલુહાણ થયા અમદાવાદના રસ્તા- રાહદારીને ટક્કર મારી કારચાલક ફરાર

Published on: 6:22 pm, Thu, 29 July 21

અમદાવાદ(ગુજરાત): વધુ એક વખત અમદાવાદના રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના જોવા મળી છે. અમદાવાદમાં રાહદારીઓને ગાડીથી ટક્કર મારીને ભાગી જવાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વખતે અકસ્માત અમદાવાદના નારોલથી પીરાણા જવાના રસ્તા પર સર્જાયો છે. એક રાહદારીને કારચાલકે ટક્કર મારીને ઉડાડ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે તેનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

આજે ગુરુવારની સવારે એક વ્યક્તિ પોતાની નોકરી માટે ટિફિન લઈને જઈ રહ્યા હતા, તે સમયે રસ્તો ક્રોસ કરતી વખતે બોલેરો કારે તેને ટક્કર મારી હતી. કારના ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ટ્રાફિક પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, એક બોલેરો કારચાલક અકસ્માત કરી ભાગી ગયો હતો.

તપાસમાં જાણવા મળ્યું હતું કે, GJ27 TT 5385 નંબરની બોલેરો કારે રાહદારીને ટક્કર મારી હતી. આ બોલેરો કાર આરટીઓમાં હાર્દિક શાહના નામે રજિસ્ટર્ડ છે. રજિસ્ટ્રેશનમાં હાર્દિક શાહનું સરનામુ ખોખરાના સુરીકેષનગર ભાયપુરા રોડનુ હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ, મૃતક વ્યક્તિની હજુ સુધી કોઈ જ ઓળખ થઈ નથી. ટ્રાફિક પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ તથા બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.