‘ઘરમાં રહેવું હોય તો તારા બાપ પાસેથી 20 લાખ લઇ આવ’, પતિએ આવું કહ્યું તો પત્નીએ…

Published on Trishul News at 12:55 PM, Sat, 17 October 2020

Last modified on October 17th, 2020 at 6:58 PM

ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાં ઘરેલુ હિંસાની ઘટનાઓને લીધે રાફડો ફાટ્યો હોય એવું જણાઈ રહ્યું છે. દિવસેને દિવસે ઘરેલુ હિંસાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આની સાથે જ આવાં પ્રકારના બનાવો જોતા હજુ પણ સમાજમાં દહેજનું દૂષણ હોય એવું જણાઈ રહ્યું છે.

સુરત શહેરમાં  આવેલ નારણપુરા વિસ્તારમાં પરિણીતાને કુલ 20 લાખ રૂપિયા માટે ત્રાસ આપતાં એણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નારણપુરા વિસ્તારમાં રહેતી તથા ખાનગી બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, વર્ષ 2009માં એના લગ્ન સમાજના રીતરિવાજ પ્રમાણે થયા હતા.

જો કે, લગ્ન કર્યાં પછી એણે દીકરીને જન્મ આપતા એના સાસુ તથા પતિનો વ્યવહારમાં ફેરફાર જણાઈ આવ્યો હતો. તારા પિતાજીએ દહેજમાં કશું આપ્યું નથી. તારા પિતાજી પાસેથી ધંધા માટે પૈસા લઇ આવ. આવા મેણા મારીને પરિણીતાને ઘણીવાર માર મારવામાં આવતો હતો. આટલું જ નહીં ફરિયાદી એની પુત્રી માટે કોઈ વસ્તુ મંગાવે તો પણ તેનો પતિ ઉશ્કેરાઈને બીભત્સ ગાળો બોલતો હતો.

પરિણીતાના પતિને બીજી એક મહિલાની સાથે આડાસંબંધ હોવાની જાણ થતાં જ પરણીતાએ આ બાબતે એના પતિને જાણ કરતાં જ એના પતિએ ઉશ્કેરાઇને જણાવ્યું કે, મારે એની સાથે સંબંધો રહેશે. એવું કહીને પરિણીતાને એક તમાચો પણ મારી દીધો હતો. આટલું જ નહીં પરણિતાના પતિએ એને જણાવ્યું કે, હું તને પણ રાખીશ તેમજ બહાર એને પણ રાખીશ, એની સાથે કોઈ સંબંધ તોડીશ નહીં.

જો કે, પરણિતા દ્વારા વિરોધ કરવામાં આવતા પતિએ જણાવ્યું કે, ‘તારા પિતાએ મને એવી તો કેવી સંપતી આપી દીધી છે કે એના પર તું કૂદે છે. તારે આ ઘરમાં રહેવું હોય તો તારા પિતાજીની પાસેથી કુલ 20 લાખ રૂપિયા લઇ આવ. ત્યારપછી જ તને ઘરમાં આવવા દઈશ.

ત્યારબાદ પરિણીતા પોતાના પિતા પાસે રહેવા માટે ચાલી ગઇ હતી. જો કે, અહીં એનો પતિ એની પુત્રીને લઈ જવા માટે ઘણીવાર કોલ કરતો હતો. આટલું જ નહીં પરિણીતાને છૂટાછેડા આપી દેવા માટે પણ ઘણીવાર ધમકી આપતો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "‘ઘરમાં રહેવું હોય તો તારા બાપ પાસેથી 20 લાખ લઇ આવ’, પતિએ આવું કહ્યું તો પત્નીએ…"

Leave a comment

Your email address will not be published.


*