ગુજરાત: પેટાચૂંટણી પહેલા જ કોંગ્રેસે પાડ્યો ખેલ – 250 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા

Published on: 3:06 pm, Wed, 7 October 20

ગુજરાતમાં હાલ કોરોનાકાળની વચ્ચે પેટાચૂંટણીને લઇ રાજકીય ગરમાવો જોવાં મળી રહ્યાં છે. રાજ્યમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે પ્રદેશ ભાજપ માટે અમદાવાદમાંથી એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં ભાજપમાં ધીરે ધીરે શહેરી વિસ્તારમાં ભંગાણ થઈ રહ્યું છે. રાજકોટમાં હાર્દિક પટેલની હાજરીમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે અમદાવાદમાં પણ ફરીથી એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં અવાર-નવાર નેતાઓ અથવા કાર્યકરો પક્ષ પલટો કરતા આવે છે. ત્યારે આજે ફરી એક વખત વિધાનસભાની પેટાચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવી ગયો છે. નાના સેન્ટરમાંથી મોટા માથાઓ પક્ષપલટો કરી રહ્યા છે. અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ રાજકોટમાંથી હાર્દિક પટેલની હાજરીમાં 400થી વધારે ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ ભાજપમાં ભંગાણ જોવા મળી રહ્યું છે .કુબેરનગર વોર્ડના 250 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપના ભૂતપૂર્વ કાર્યકર્તાઓનું કહેવું છે કે, કુબેરનગર અને તેની આસપાસ વિકાસ નથી થયો. વળી તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે, દારૂની રેડમાં સમગ્ર વિસ્તારને ખોટી રીતે ચીતરવામાં આવ્યો છે એટલું જ નહીં પણ ભાજપના નેતાઓ છારાનગરને ગંદકી કહેતા હોવાની પણ નારાજગી દર્શાવી હતી.

કોંગ્રેસના કાર્યક્રમમાં ઉડ્યા સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા
250 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરવા માટે જે જગ્યા પર પહોચ્યા હતા. નાના હોલમાં 250થી વધુ કાર્યકરો એકઠા થયા હતા. નવા સભ્યોને પક્ષમાં જોડવાના ઉત્સાહમાં નિયમો ભૂલાયા હતા. અમદાવાદ શહેર કોંગ્રેસના નેતાઓએ જમાવડો કર્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખે જ નિયમના લીરેલીરા ઉડાવ્યા હતા. શશીકાંત પટેલ માસ્ક વગર જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય નિરંજન પટેલ પણ હાજર હતા. AMC વિપક્ષ નેતા દિનેશ શર્મા પણ ઉપસ્થિત હતા.

ચૂંટણી મતદાનની સમય મર્યાદા વધારવા વિચારણાં કરવામાં આવી છે. ચૂંટણીના નિયત સમય કરતાં 2 કલાક વધુ સમય માટે વિચારણા ચાલી રહી છે. આ અંગે રાજ્ય ચૂંટણી પંચના સચિવ મહેશ જોષીએ જણાવ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી નવેમ્બર માસમાં યોજાશેમતદાન પહેલાંનો 1 કલાક અને પછીનો એક કલાક વધી શકે. 3 થી 4 દિવસમાં વોર્ડ સીમાંકન માટે જાહેરનામુ પ્રસિદ્ધ થશે. નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં મતદાન પ્રક્રિયા યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle