વકીલે સંકેલી લીધી જીવનલીલા- નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, ચોંકાવનારૂ છે કારણ

Published on Trishul News at 5:27 PM, Sat, 30 July 2022

Last modified on July 30th, 2022 at 5:27 PM

આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જાય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, અમદાવાદ (Ahmedabad)ના અપરણિત વકીલે ગાંધીનગર (Gandhinagar)ની નભોઈ નર્મદા કેનાલ (Nabhoi Narmada Canal)માં પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું છે. કેનાલ પાસે વકીલ (lawyer)નું બાઈક અને મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં મળી આવતાં પરિવારે તરવૈયાની મદદથી મૃતકની લાશ બહાર કઢાવી હતી. આ મામલે ઈન્ફોસિટી પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાન બીમારીના કારણે ડિપ્રેશનમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નર્મદા કેનાલ પાસે બાઈક અને મોબાઈલ બિનવારસી હાલતમાં મળ્યા:
મળતી માહિતી અનુસાર, 33 વર્ષીય એડવોકેટ વિનોદભાઈ કનુભાઈ મકવાણા અમદાવાદના કુબેરનગરમાં રહેતા હતા. તેઓ પરમ દિવસે ઘરેથી નીકળી ગયા હતા. જે મોડે સુધી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. એ દરમ્યાન નભોઈ નર્મદા કેનાલ પાસે બાઈક અને મોબાઈલ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જેની જાણ થતાં પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી.

બહીયલનાં તરવૈયાઓને બોલાવી કેનાલમાં શોધખોળ કરાવી:
પોલીસે ઘટના સ્થળ પર પહોચી આ અંગે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બાઇક અને મોબાઈલની તપાસ કરતાં એડવોકેટનાં પરિવારજનો પણ કેનાલ પર દોડી આવ્યા હતા. બાદમાં કેનાલમાં ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ શરૂ કરાવી હતી. જો કે અંધારું થઈ જતાં વિનોદભાઈનો પત્તો લાગ્યો ન હતો. ત્યારે પરિવારજનોએ સવાર પડતાં જ બહીયલનાં તરવૈયાઓને બોલાવી કેનાલમાં શોધખોળ શરૂ કરાવી હતી. ત્યારે કલાકોની મહેનત બાદ કેનાલમાંથી વિનોદભાઈની લાશ બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "વકીલે સંકેલી લીધી જીવનલીલા- નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, ચોંકાવનારૂ છે કારણ"

Leave a comment

Your email address will not be published.


*