અમદાવાદમાં મોડી રાતે રિક્ષાચાલકે એવા સ્ટંટ કર્યા કે, સોસીયલ મીડિયામાં ધડાધડ વાયરલ થયો વિડીયો

Published on Trishul News at 12:24 PM, Sun, 16 May 2021

Last modified on May 16th, 2021 at 12:24 PM

આજકાલ યુવાનોમાં સ્ટંટનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. ઘણા સ્ટંટના કિસ્સા સામે આવે છે જેમાં અમુક પોતાનો જીવ ગુમાવે છે અથવા અમુકને પોલીસ ઝડપી પડે છે. સામાન્ય રીતે તમે યુવકોને બાઈક ઉપર ધૂમ સ્ટાઈલમાં બાઈક સાથે સ્ટંટ કરતા વીડિયો જોયા હશે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાઈક નહીં પરંતુ એક રીક્ષા ચાલક રીક્ષા દ્વારા સ્ટંટ કરતો જોવા મળે છે.

જાણવા મળ્યું છે કે, આ વિડીયો અમદાવાદના ઓઢવ રીંગ રોડનો છે. હાલ આ વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે,  એક રીક્ષા ચાલક રોડ ઉપર પોતાની રીક્ષાને એક બાજુથી ઉંચી કરીને બે પૈડા ઉપર ચલાવીને સ્ટંટ કરી રહ્યો છે.

વીડિયોમાં સ્ટંટના બે રાઉન્ડ લગાતો દેખાય છે. પરંતુ બે કરતા વધારે રાઉન્ટ સ્ટંટ કર્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. અહીં મહત્વની બાબત એ છે કે રોડ ઉપર આ પ્રકારના સ્ટંટ કરવાથી અકસ્માત સર્જાઈ શકવાની શક્યતાઓ રહેલી હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં આવેલી પામ હોટલ પાસે ગઈ કાલ એટલે કે સોમવારે રાત્રે એક રીક્ષા ચાલકે રીક્ષામાં સ્ટંટ કર્યા હતા.

આ વિડીયોમાં તે સ્ટંટના બે રાઉન્ડ લગાવતો જોવા મળે છે. પરંતુ તેણે બે કરતા પણ વધારે રાઉન્ડ લગાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મહત્વની વાત તો એ છે કે, આ રીતે સ્ટંટ કરવાથી અકસ્માત પણ સર્જાઈ શકે તેવી સંભાવના છે. આ અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં આવેલી પામ હોટલ પાસે રાત્રે એક રીક્ષા ચાલકે તેની રીક્ષામાં સ્ટંટ કર્યા હતા.

આ દરમિયાન રીંગ રોડ ઉપર સ્ટંટ કરતા જોઈ લોકોના ટોળા એકઠાં થયા હતા. ટોળામાં હજાર લોકોએ આ સ્ટંટનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં ઓઢવ પોલીસ દ્વારા આરોપી રીક્ષા ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અમદાવાદમાં મોડી રાતે રિક્ષાચાલકે એવા સ્ટંટ કર્યા કે, સોસીયલ મીડિયામાં ધડાધડ વાયરલ થયો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*