અમદાવાદમાં ઝડપાયો નશાનો કાળો કારોબાર- 561 પેટીઓ સહિત 35 લાખનો દારૂ પોલીસે કર્યો જપ્ત

અમદાવાદ(Ahmedabad)ના અસલાલી(Aslali)માં ગેરકાયદે પ્રવુતિ પકડવા કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસને સફળતા હાથ લાગી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન(Alcohol filled godown)…

અમદાવાદ(Ahmedabad)ના અસલાલી(Aslali)માં ગેરકાયદે પ્રવુતિ પકડવા કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસને સફળતા હાથ લાગી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન(Alcohol filled godown) ઝડપી પાડવામાં આવ્યું છે. બાતમીના આધારે રેડ કરવામાં આવતા રૂપિયા 30 લાખનો વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગોડાઉનના માલીક અને બ્રોકર પણ પોલીસના સકંજામાં ફસાઈ ગયા છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના પોશ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગૃહ ઉધોગ પછી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મનોહર પવાર અને સુરેશ પુનિયા દારૂની ખુલ્લેઆમ જ હેરાફેરી કરી રહયા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા ચેકીંગ ડ્રાઈવમાં તેઓને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોડાઉનમાં ગેરકાયદે ચાલી રહેલી ગેરકાયદે પ્રવુતિની માહિતીને લઈને પોલીસ દ્વારા ગોડાઉન ચેકીંગનું ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, મણીબા એસ્ટેટમાં દારૂની હેરાફેરી થઈ રહી છે પોલીસે રેડ કરતા રૂપિયા 30 લાખનો વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે.

30 લાખ રૂપિયાના દારૂને લઈને આરોપીની પૂછપરછ કરવામાં આવતા આ દારૂ ઇસનપુરના બુટલેગર પ્રદીપ ઉર્ફે રાજા રાજપૂતનો હોવાનું સામે આવ્યું છે. આ દારૂ ગોવાથી સુરેશ ઉર્ફે રોહિત પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને મણીબા એસ્ટેટમાં 13 હજાર રૂપિયાના ભાડે આ ગોડાઉન રાખવામાં આવ્યું હતું. એક અઠવાડિયા પહેલા જ ગોડાઉનના માલીક કેતન ત્રિવેદી પાસેથી બ્રોકર વિષ્ણુ રબારીએ ભાડે આપવામાં આવ્યું હતું. જેથી દારૂની હેરાફેરીમાં આ બન્નેની શકાસ્પદ ભૂમિકા સામે આવતા પોલીસ દ્વારા આ બન્ને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *