પ્રેમીકા સાથે રંગરેલીયા મનાવતા પતિને પત્નીએ રંગેહાથ પકડી પડ્યો, અને પછી ખેલાયા એવા ખેલ કે…

Published on: 3:12 pm, Sat, 17 April 21

હાલમાં અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવતીએ તેના જ પતિ તથા સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આરોપ લગાવ્યો છે કે, લગ્ન બાદ તેના સાસરિયાઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસરિયાઓ કહેતા કે, બે છોકરીઓને જન્મ આપ્યો છે, તું તો છોકરો પેદા કરી શકતી નથી, આમ કહીને દહેજ પેટે રોકડા પિયરમાંથી લઈ આવવાનું દબાણ કર્યું અને પતિએ તેને માર માર્યો હતો.

ફરીયાદ મુજબ, અન્ય એક મહિલા કે જે આ ફરિયાદી યુવતીના મોટા બાપાની દીકરી થાય છે તેની સાથે તેના પતિએ અનૈતિક સંબંધો બાંધ્ય હતાં અને તલાક આપવાની ધમકી આપતા મહિલાએ અંતે કંટાળીને ફરિયાદ નોંધાવી છે. આટલું જ નહીં પતિને જે મહિલા સાથે સંબંધ હતા તેને પણ ધમકી આપી હતી કે, ‘તું તારા પતિને છોડી દે તો હું તેમની સાથે લગ્ન કરી શકુ’. આ અંગે કોટડા પોલીસ દ્વારા ગુનો નોધી તપાસ શરૂ કરવામાં આવી છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, શહેરના વટવામાં રહેતી 24 વર્ષની યુવતીના લગ્ન વર્ષ 2014માં થયા હતા. લગ્ન પછી આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી. આ યુવતીને પતિ થકી સંતાનમાં બે દીકરીઓ જન્મી હતી. લગ્નના બે વર્ષ બાદ આ યુવતીનો પતિ તથા તેના ભાઈઓ અને ભાભીઓ દ્વારા આ યુવતીને ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને પિયરમાંથી કશું લાવી નથી તેમ કહી સતત તેને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપ્યો હતો.

આ ઉપરાંત સાસરિયાઓ વારંવાર બે છોકરીઓને જન્મ આપ્યો છે તું તો છોકરો પેદા કરી શકતી નથી તેમ કહી ત્રાસ આપતા હતા. આ યુવતીના સાસરિયાઓ તેના પતિને તેના વિરુદ્ધ ખોટી ચઢામણી કરી તેને ત્રાસ આપતા અને જેના કારણે તેનો પતિ તેને માર પણ મારતો હતો તેમજ પિયરમાંથી દહેજ લાવવાનું દબાણ પણ કરતો હતો. દીકરીનું ઘર ન ભાંગે તે માટે યુવતીના પિયરજનોએ અનેક વખત તેના સાસરે રૂપિયા પણ મોકલ્યા હતા. તેમ છતાં સાસરિયાઓ વારંવાર તેને ત્રાસ આપતા રહ્યા.

જાણવા મળ્યું છે કે, ફરિયાદી યુવતીના મોટા બાપાની દીકરી કે જેના લગ્ન એક અન્ય યુવક સાથે થયા હતા. પરંતુ તે બંને વચ્ચે તકરાર ચાલતી હોવાથી તે તેના પિયરમાં રહેતી હતી. બે ત્રણ વર્ષ પહેલાંથી મોટા બાપાની દીકરીના ફરિયાદી યુવતીના પતિ સાથે આડા સંબંધો ચાલતા હતા. યુવતીનો પતિ તથા આ યુવતી બંને હોટલમાં મળતા હતા અને જેથી સાસરિયાઓ તલાક આપવાની ધમકી આપતા હતા.

આ દરમિયાન આ યુવતીના ભાઇને જાણ થઈ હતી કે, તેની મોટા બાપાની દીકરીના ઘરે તેનો પતિ રાત્રે ગયો હતો અને વહેલી સવાર સુધી ત્યાં જ છે. જેથી તે લોકોએ ત્યાં જઈને જોયું તો બંનેને અનૈતિક સંબંધો બાંધતા રંગે હાથે પકડી લીધા હતા. જેથી ફરિયાદી યુવતીના મોટા બાપાની દીકરીએ તેને ધમકી આપી હતી કે, તું તારા પતિને છોડી દે તો હું તેમની સાથે લગ્ન કરી શકું. જેથી આ સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.