બર્થ-ડે પાર્ટી મનાવવા ભેગા થયેલા બેજવાબદાર યુવાનોને પોલીસકર્મીઓએ રોડ માથે ઊંધા સુવડાવી ચખાડ્યો મેથીપાક

હાલમાં કોરોનાની મહામારીને કારણે ઘણાં રાજ્યોએ લોકડાઉનનો અમલ પણ કર્યો હતો, પરંતુ અનલોક બાદ હવેથી આ લોકડાઉનનાં સમયમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. પરંતુ…

હાલમાં કોરોનાની મહામારીને કારણે ઘણાં રાજ્યોએ લોકડાઉનનો અમલ પણ કર્યો હતો, પરંતુ અનલોક બાદ હવેથી આ લોકડાઉનનાં સમયમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ ઘણાં લોકો તેનો અમલ નથી કરી રહ્યાં. આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી રહી છે.

શહેરમાં રાત્રિ કર્ફ્યુનો કડક અમલ પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે, જેની વચ્ચે રાતે ઘણાં યુવાનોને કુલ 2 પોલીસકર્મીઓએ ઊંઘા સુવડાવીને અને લાકડીઓ વડે મારતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થયો છે. વાઇરલ થયેલ આ વીડિયો અમદાવાદમાં આવેલ રાયપુર વિસ્તારનો હોવાનું લાગી રહ્યું છે.

શહેરના રાયપુર વિસ્તારના કહેવાતા વીડિયોમાં રોડની બાજુ પર કુલ 10 જેટલા યુવાનોને ઊંધા સુવડાવીને 2 પોલીસકર્મીઓ ડંડાથી મારતા દેખાઈ રહ્યાં છે. જો, કે ઊંધા સૂતેલા યુવાનોમાંથી ઘણાં મારથી બચવા માટે તરફડીયા મારતા પણ દેખાઈ રહ્યાં છે. બંને પોલીસકર્મીઓ વારાફરતી યુવાનોને ડંડાથી માર મારતા દેખાઈ રહ્યાં છે. એક પોલીસકર્મી તો પાટા પણ મારતો દેખાઈ રહ્યો છે. માત્ર 30 સેકન્ડના વીડિયોને કોઈએ દૂરથી ધાબા પરથી ઉતાર્યો હોવાનું પણ જણાઈ રહ્યું છે.

સૂત્રો પ્રમાણે વીડિયોમાં જે યુવાનોને પોલીસકર્મીઓ મારી રહ્યા છે, તેઓ રાત્રે બર્થ-ડે પાર્ટી કરવા માટે ભેગા થયા હતા. જો કે, પોલીસે તેમને પાઠ ભણાવીને રાત્રિ કર્ફ્યુ હોવાનો અહેસાસ પણ કરાવ્યો હતો. કાગડાપીઠ પોલીસે તો હજુ આ વીડિયો રાયપુરનો છે, કે અન્ય વિસ્તારનો તેની પણ પુષ્ટિ કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *