ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ગુજરાતને મળ્યા નવા DGP- જાણો કોણ છે આશિષ ભાટિયા

વર્ષ 1985ની બેચનાં ગુજરાત કેડરનાં IPS આશિષ ભાટિયાને રાજ્યના DGP તરીકેની પસંદગી કરવામાં આવી છે. શિવાનંદ ઝાની નિવૃત્તિ પછી કુલ 3 મહિનાનો એક્સ્ટેશન સમય આપવામાં આવ્યો હતો, જે આજે  પૂર્ણ થતાં જ DGP તરીકે આશિષ ભાટિયાની નિયુક્તિ કરવામાં આવી છે. આ અંગેની આજે જ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત પણ કરી હતી. આશિષ ભાટિયા આવતીકાલથી જ રાજ્યના DGP તરીકેનો ચાર્જ સંભાળશે.

26 જુલાઈ 2008 નાં દિવસને અમદાવાદીઓ ક્યારેય પણ નહિ ભૂલી શકે. એક પછી એક સાંજના સમયે અમદાવાદ શહેરમાં જુદાં-જુદાં વિસ્તારમાં કુલ 21 જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટે શહેરને લોહીલુહાણ કરી નાંખ્યુ હતુ. જેમાં કુલ 56 લોકોના મોત તેમજ કુલ 200થી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.

આ બોમ્બ બ્લાસ્ટના કેસને હાલમાં રાજ્યના નવા DGP બનેલ આશિષ ભાટિયા તેમજ એ વખતના ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચુડાસમા સહિતની ટીમના અધિકારીઓએ ફક્ત 19 જ દિવસમાં દેશના મોટા બોમ્બ-બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલી પણ નાંખ્યો હતો તેમજ કુલ 30 આરોપીઓને પકડી પણ લીધા હતા.

આશિષ ભાટિયા એ વર્ષ 2016માં સુરતના કમિશનર તરીકેની પણ ફરજ બજાવી ચૂકેલ છે. કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા આશિષ ભાટિયાને વર્ષ 2001માં પોલીસ મેડલ તેમજ વર્ષ 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક પણ એનાયત થયો છે. અમદાવાદમાં કમિશનર તરીકેની નિયુક્તિ થઈ એ પહેલા જ તેઓ CID, ક્રાઈમ અને રેલવેના પણ DGP હતા.

આશિષ ભાટિયા એ મૂળ તો હરિયાણાના વતની છે, તેમજ તેઓ છેલ્લા કુલ 20 વર્ષમાં ગુજરાત પોલીસના ઘણાં વિભાગોમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2002માં પણ રાજ્યમાં થયેલ કોમી રમખાણોમાંનાં કુલ નવ કેસની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલ SIT ટીમના પણ તેઓ સભ્ય હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: