અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં અગામી 4 દિવસ પડશે વરસાદ, જાણો ક્યા દિવસે ક્યાં પડશે વરસાદ

અવાર-નવાર ચોમાસા અંગે આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે. ચોમાસામાં ચારે મહિના વરસાદ સારો થવાની…

અવાર-નવાર ચોમાસા અંગે આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે. ચોમાસામાં ચારે મહિના વરસાદ સારો થવાની શક્યતા સેવવામાં આવી છે. અંદમાન-નિકોબાર ટાપુ પર, બંગાળના દક્ષીણ ઉપસાગર પર ચોમાસાનું આગમન થઈ ગયું છે.

છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને સામાન્યથી મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો છે. આ દરમિયાન એક સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

થન્ડર સ્ટોમના કારણે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનમાં ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી ખુબ જ પરેશાન થઈ રહ્યા છે. આ દરમિયાન આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જાણવા મળ્યું છે કે, 39 થી 40 ડીગ્રી આસપાસ તાપમાન રહશે. આ દરમિયાન તાપમાન સામાન્ય હોવા છતાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.

7 જૂન:
સુરત,ભરૂચ,નવસારી, વલસાડ, દમણ,દાદરા નગર હવેલી,ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ,પોરબંદર, રાજકોટ, દિવમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

8જૂન:
સુરત, ગીર સોમનાથ, ભરૂચ, જૂનાગઢ, નવસારી, વડોદરા, વલસાડ, પોરબંદર, દિવમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી.

9 જૂન:
ભાવનગર, પંચમહાલ, જૂનાગઢ, ખેડા, મહીસાગર, ગીર સોમનાથ, દિવ, દાહોદ, અમરેલી, રાજકોટ, પોરબંદર 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી.

10 જૂન:
રાજકોટ, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભાવનગર, અમરેલી, પોરબંદર, દિવ 30થી 40 કિલોમીટર ની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *