અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં કોરોનાનાથી પીડિત 60 વર્ષીય વૃદ્ધ દર્દીએ 5માં માળેથી કુદીને કરી લીધો આપઘાત

Published on: 1:57 pm, Sat, 17 April 21

કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો થતા પ્રયત્નો કરી રહ્યા છે, હવે લોકો સમજી ગયા છે કે, પાણી હવે માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે.

હાલમાં કોરોનાના કેસ વધતા અમદાવાદની અનેક પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. આ દરમિયાન અમદાવાદના સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. શારદાબેન હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે, આજે શારદાબેન હોસ્પિટલમાં એક દુર્ઘટના સર્જાઈ છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના એક કોરોના દર્દીએ હોસ્પિટલમાં આત્મહત્યા કરી લીધી છે. શારદાબેન હોસ્પિટલના પાંચમાં માળેથી આજે અમદાવાદના એક કોરોનાગ્રસ્ત દર્દીએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. શહેરના 60 વર્ષના કોરોના દર્દીએ પડતું મુકી આપઘાત કર્યો છે. આ ઘટના બાદ કોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં એક કોરોના દર્દીએ આત્મહત્યા કરી લેતા હોબાળો મચી જવા પામ્યો છે. અહીં સારવાર માટે દાખલ કરેલા 60 વર્ષના વૃધ્ધ આખરે જિંદગીથી કંટાળી ગયો હતો અને તેને હાજર સ્ટાફની નજર ચૂકવીને પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી.

જાણવા મળ્યું છે કે, પાંચમા માળેથી વહેલી સવારે 60 વર્ષના વૃદ્ધે પડતું મુક્યું છે, જેના કારણે ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું છે. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન કોટડા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અહી ઉલ્લેખનીય છે કે, દર્દીના પરિવારજનોએ શારદાબેન હોસ્પિટલની બહાર ઉભેલા બાઉન્સરની દાદાગીરીનો સામનો પણ કરવો પડે છે. જાણવા મળ્યું છે કે, જયારે પોતાના દાખલ સ્વજનને કોઈ વસ્તુ આપવા જાય કે પૂછપરછ કરવા જાય ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે. બાઉન્સર હોસ્પિટલની બહાર પોતે માસ્ક વિના અને હાથમાં દંડા લઈને ઊભા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.