હૉસ્પિટલમાંથી કોવિડ-19ની દવાઓ સહીત મહત્વની ચીજવસ્તુઓની ચોરી કરતી મહિલા સ્ટાફ ઝડપાઇ

Published on Trishul News at 5:39 PM, Wed, 10 June 2020

Last modified on June 10th, 2020 at 5:39 PM

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. એવામાં દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલની જગ્યાએ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના કહેરથી અમદાવાદમાં ફક્ત માણસો જ નહીં પણ માનવતા પણ મરી રહી હોય તેવું લાગી રહ્યું છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ગણાતી એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કોરોનાની મહામારીમાં અનેક વિવાદમાં સપડાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં ચોરીની ઘટના સામે આવી છે.

અમદાવાદની SVP હૉસ્પિટલમાં કામ કરતા મહિલા કર્મચારીને દર્દીઓને અપાતા માસ્ક, દવા અને અન્ય વસ્તુઓ ચોરી કરતા રંગે હાથ ઝડપી લેવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, હૉસ્પિટલના ડૉક્ટરો ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લખી આપે છે, હૉસ્પિટલમાંથી ચોરી થયેલી દવાઓ ખાનગી મેડિકલ સ્ટોરમાં ફરીથી પહોંચી જાય છે. અને વેંચાણ કરવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના 6 તારીખે સવારે બની હતી. નિયમિત સિક્યુરિટી ચેકિંગ દરમિયાન ચોરી પકડાઇ હતી.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરસ થયો હતો કે, SVP હૉસ્પિટલમાં કામ કરતા ખાનગી એજન્સીના મહિલા કર્મચારી હૉસ્પિટલમાંથી દવાઓ ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. મહિલા કર્મચારીની બેગ તપાસવામાં આવી ત્યારે બેગમાંથી માસ્ક, દવા, સેનિટાઇઝર સહિત અન્ય તબીબી સામગ્રી જોવા મળી હતી. જે બાદમાં આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. SVP હૉસ્પિટલ તરફથી આ મહિલા કર્મચારી તત્કાલ નોકરીમાંથી રજા આપી દેવામાં આવી છે.

આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, હૉસ્પિટલમાં ચોરીની ઘટનાઓ આ પહેલા પણ બની ચુકી છે. તેની પાછળ મુખ્ય કારણ એ છે કે, હૉસ્પિટલમાં ખાનગી એપોલો ફાર્મા આવેલી છે. જ્યાંથી તમામ વોર્ડના ડોક્ટરો દવાઓ લખી આપે છે. હૉસ્પિટલમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર હોવા છતાં ત્યાંથી કોઇ દવા લખી આપવામાં આવતી નથી. માત્ર ડૉક્ટરો એપોલોમાં મળતી દવાઓ લખી આપે છે. દર્દી માટે ડૉક્ટર અથવા નર્સ સ્ટાફને જે દવા અપાય છે તેનો કોઇ હિસાબ રખાતો નથી. દર્દીને કહેવામા આવે છે કે, તમારી સર્વરમાં આ દવાનો ઉપયોગ થયો છે પરંતુ તે દવાઓ ફરી પાછી મેડિકલ સ્ટોરમાં જતી રહે છે અને વેચાણ થાય છે. આ ઘટના છેલ્લા અનેક સમયથી ત્યાં ચાલે છે પરંતુ એપોલો મેડિકલ સ્ટોર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "હૉસ્પિટલમાંથી કોવિડ-19ની દવાઓ સહીત મહત્વની ચીજવસ્તુઓની ચોરી કરતી મહિલા સ્ટાફ ઝડપાઇ"

Leave a comment

Your email address will not be published.


*