સાબરમતીમાં એક મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવતા આખા અમદાવાદમાં મચી ચકચાર

Published on: 5:44 pm, Fri, 23 July 21

અમદાવાદ(ગુજરાત): માત્ર એક મહિનાની બાળકીનો સાબરમતી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને માહિતી મળી હતી કે, પૂર્વ રિવરફ્રન્ટ જમાલપુર બ્રિજ તરફના રસ્તા પર નદીના પાણીમાં એક બાળકીનો મૃતદેહ તરી રહ્યો હતો. માહિતી મળતાની સાથે જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને બાળકીની ઓળખ કરવાની તપાસ શરુ કરી હતી.

ahmedabad the body of a 1 month old girl was found in sabarmati river1 - Trishul News Gujarati Breaking News ahmedabad, gujarat, trishul news, અમદાવાદ, ગુજરાત

પરંતુ હજુ સુધી બાળકીની કોઈ ઓળખ થઈ શકી નથી. જ્યારે કોઈ ઇજાના નિશાન પણ બાળકીના શરીર પરથી મળી આવ્યા નથી. કોઈ નિશાન પરથી બાળકીની ઓળખ થઇ શકી ન હતી. જો કે પોલીસ ને આશંકા છે કે, બાળકીની ઉંમર માત્ર 1 મહિનાની હોય શકે છે. પોલીસે હાલમાં બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ બાળકીને કોણ નાખી ગયું છે? તે અંગેની જાણકારી મેળવવા માટે પોલીસે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવવાની પણ તપાસ હાથ ધરી છે.

એક દિવસ પહેલા પણ ગુજરાતમાં ભ્રુણ હત્યાના કિસ્સામાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. એક વીડિયો ગુજરાતના પંચમહાલમાં જાહેરમાં ભ્રુણ હત્યાનો વાયરલ થયો હતો. સરકારે તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવાની  જાહેરાત કરી હતી. ત્યાં ફરી એક વાર અમદાવાદનાં સાબરમતીમાં બાળકી તરતી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.