ગુજરાત: ગેરકાયદેસર પાર્ક થયેલી પોલીસની ગાડીને જ ક્રેનવાળા ઉચકીને લઇ ગયા, જાણો વિગતે

Published on Trishul News at 4:37 PM, Sat, 22 February 2020

Last modified on February 22nd, 2020 at 4:37 PM

ગુજરાતના અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઇને હાઈકોર્ટ દ્વારા અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાને ભૂતકાળમાં ટકોર કરતા પોલીસ અધિકારીઓ દ્વારા અવાર-નવાર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. જેમાં રસ્તા પર નડતા વાહનોને પોલીસ ચોકી લઇ જવામાં આવે છે.

હવે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિકની સમસ્યાને લઇને એક કડક વલણ અપનાવ્યું છે. પોલીસ માત્ર જાહેર જનતાની જ નહીં પણ રસ્તા પર અડચણ ઉભી કરી રહેલી પોલીસની જીપને પણ ઉપાડી લીધી છે અને પોલીસ ચોકી લઇ જવામાં આવી હતી.

એક રિપોર્ટ મુજબ વડોદરના ગ્રામ્ય વિસ્તારના પોલીસકર્મીઓ કોઈ કામ અર્થે અમદાવાદમાં આવ્યા હતા. પોલીસ જીપના ડ્રાઈવરે જીપને રસ્તા પર સરખી રીતે પાર્ક કરી નહોતી. જીપ વ્યવસ્થિત રીતે પાર્ક નહીં થતા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વડોદરા પોલીસની જીપને ટો કરવામાં આવી હતી. વડોદરા પોલીસની જીપને ટો કરીને પાર્કિંગ પ્લોટમાં લઇ જવામાં આવી હતી.

પોલીસ અધિકારી દ્વારા પોલીસની જીપને ઉપાડી જતા લોકો પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા અને ટ્રાફિક ક્રેનની આસપાસ આ ઘટના જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઇને પોલીસ અધિકારી ક્યાય બાંઘ છોડ કરવા માંગતી નથી. તેથી પોલીસ દ્વારા જ પોલીસની અડચણ રૂપ બનતી જીપને જ ટોઈંગ કરાવવામાં આવી રહી છે. જો કે, આ જીપ ક્યા પોલીસ અધિકારીની છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "ગુજરાત: ગેરકાયદેસર પાર્ક થયેલી પોલીસની ગાડીને જ ક્રેનવાળા ઉચકીને લઇ ગયા, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*