જુઓ કેવીરીતે અમદાવાદના 113 કિલોના પોલીસકર્મીએ કોરોનાને હરાવી ઘટાડ્યું 23 કિલો વજન- વાંચો પ્રેરણાદાયી પ્રસંગ

કોરોનાને કારણે દેશમાં ઘણા બદલાવ થઇ ગયા છે. કોરોનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવી દીધો છે. આ સમયમાં અનેક પોઝિટિવ સ્ટોરીઓ પણ સામે આવી છે…

કોરોનાને કારણે દેશમાં ઘણા બદલાવ થઇ ગયા છે. કોરોનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવી દીધો છે. આ સમયમાં અનેક પોઝિટિવ સ્ટોરીઓ પણ સામે આવી છે અને જે લોકો માટે એક ઉદાહરણ છે. આવો જ એક બનાવ અમદાવાદના એક પોલીસ કર્મચારીનો છે. પોલીસ કર્મચારી ASI તરીકે ફરજ બજાવતા તેનું વજન પહેલા 113 કીલો હતું. કોરોનાને હરાવ્યા પછી ઘરે આવેલા પોલીસ કર્મચારીએ પોતાનું વજન ઘટાડવાનું નક્કી કરીને થોડાક જ મહિનામાં 23 કિલો વજન ઘટાડીને ફીટ થયા હતા.

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ડયુટી કરતા ASI પ્રવીણ ભાઈ મજીઠીયા જે છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ ખાતામાં છે. કોરોનાની પહેલી લહેરમાં તેમને કોરોના થઈ ગયો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમય તેમની હાલત દિવસે દિવસે બગડી રહી હતી અને ખુબ જ ગંભીર હાલત થઇ હતી.

ડોક્ટરની મેહનત બાદ તેમનો જીવ બચી ગયો હતા. ત્યારબાદ પ્રવીણ ભાઈએ પોતાના જીવનમાં ઘણો બદલાવ લાવ્યો હતો. પેહલા પ્રવીણ ભાઈ 113 કિલોના હતા અને જયારે તે કોરોનામાંથી બહાર આવ્યા ત્યારે તેમને લાગ્યું કે તેમનું વજન જ તેમનું દુશ્મન છે. તેથી તેમને વજન ઉતારવાનો નિર્ણય લીધો અને માત્ર 10 મહિનામાં જ 23 કિલો વજન ઘટાડ્યું છે. શરૂઆતમાં તેમને ખુબજ તકલીફ થઈ હતી.

મળતી માહિતી અનુસાર, પ્રવીણ ભાઈ પેહલા ખૂબ અનિયમિત રીતે ભોજન લેતા હતા અને તે નોનવેજ પણ વધારે ખાતા હતા. ખાવાનો સમય નક્કી ન હતો. અને કોઈપણ પ્રકારની કસરત કરતા ન હતા. પહેલા તેમને વજન ઉતારવા માટે ભોજનને નિયમિત કરી નાખ્યું. તેની સાથે સાથે રોજ સવારે 5 કિલો મીટર રનિંગ શરુ કર્યું અને અન્ય કસરતો પણ ચાલુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *