અમદાવાદના નવયુવાનનું નવું સોપાન: નજીવા ખર્ચમાં બનાવી નાંખી ઇલેક્ટ્રોનિક સાઇકલ, ખાસિયતો જાણીને…

Published on Trishul News at 11:43 AM, Sun, 5 September 2021

Last modified on September 5th, 2021 at 11:43 AM

દેશના શિક્ષિત યુવાનો કેટલીક અવનવી શોધ કરતા હોય છે. કોરોના બાદ અનેકવિધ મુશ્કેલીઓ સાથે લઈને આવ્યો હતો. અમુક લોકો કોરોના વખતે હિમ્મત હાર્યા તો અમુક લોકોએ લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને નવા કામો કર્યા હતા. સમગ્ર પરિવારમાં કમાનાર પિતાનું અવસાન થતા આફત આવી પડી હતી.

અમદાવાદના ધીરલે કોરોનાકાળમાં ધીરજ રાખીને કોઈનાં શરણે જવાને બદલે દ્રઢ મનોબળથી આત્મનિર્ભર બન્યા હતા. અમદાવાદના ધીરલે સાદી સાઇકલને ઇલેક્ટ્રોનિક સાઇકલ બનાવી દીધી છે. જેની ચર્ચા દુબઇ સુધી પહોંચી ગઈ છે.બ કોરોનાની શરૂઆત થતા સમગ્ર દેશમાં અનેક મુશ્કેલી આવતા અનેક લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો.

જયારે કેટલાક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. કોરોનાકાળમાં નોકરી છુટ્યા પછી અમદાવાદના યુવાને કોઈની શરણે જવાને બદલે ગર્વભેર જીવવાનું નક્કી કર્યું હતું. દિવસ-રાતની મહેનત કરીને એક સાઇકલ કે, જે ભારતમાં ખુબ ઓછા લોકો બનાવી શક્યા છે.

દિવસ-રાતની મહેનત, ખુબ લાંબુ સંશોધન તેમજ પોતાની આવડતનો ઉપયોગ કરીને સાઇકલને એવી શણગારી હતી કે, જેને લઈ કેટલાક લોકોએ તેને ખુબ સારો પ્રતિસાદ પણ આપ્યો હતો. અનેકવિધ સુવિધાથી સજ્જ આ સાઇકલ અંગે જાણીને આપને પણ નવાઈ લાગશે.

સાઇકલને ઈલેક્ટ્રોનિક સાઇકલનું સ્વરુપ આપવામાં આવ્યું હતું કે, જેમાં એક્સિલેટર મુકીને સુવિધા સાથે સાઇકલને બનાવી હતી. આ સાઇકલ એકવાર ચાર્જ કરીને 80 કિમી સુધી ચાલી શકે છે તેમજ તેને ચાર્જ કરવા માટે ફક્ત 2 કલાક જ થાય છે.

સાઇકલને 1 કિમી ચલાવવાનો ખર્ચ ફક્ત 1 રૂપિયા જેટલો જ પડે છે. જો ક્યાંક આ સાઇકલ અટકી જાય તો તેમાં પેંડલની સુવિધા પણ આપવામાં આવી છે. પેટ્રોલ તથા ડિઝલના સતત વધતા જતા ભાવની વિરુદ્ધ આ સાઇકલ તમને રાહત આપે છે પરંતુ આની સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.

આ સાઇકલને ઈલેક્ટ્રોનિક લોકિંગ સિસ્ટમથી પ્રોટેક્ટ કરવામાં આવી છે એટલે કે, સંપૂર્ણ દેશી રીતે એમાં સોફ્ટવેર નાખવામાં આવ્યું છે તેમજ પાસવર્ડ નાખ્યા પછી આ સાઇકલ ઓપરેટ થઈ શકે છે. આટલું જ નહિ પણ આ યુવાને સાઇકલમાં ઉપયોગમાં લેવામાં આવતી બેટરી પણ જાતે જ વિકસાવી છે.

જે ખુબ લાંબા વર્ષો સુધી કાર્ય કરે છે. સામાન્ય રીતે આવી પ્રોડક્ટમાં ચીનથી મંગાવવી પડે છે પરંતુ મહામહેનતે આ યુવાને જાતે જ તેનો વિકાસ કર્યો હતો. ફક્ત આટલું જ નહીં, મોબાઈલમાં વાઈફાઈ તથા બ્લૂટુથની સુવિધા આપીને આ સિસ્ટમમાં તમને મન ગમતા 10,000 જેટલા ગીતો પણ સ્ટોર કરવાની સુવિધા અપાઈ છે.

સાઇકલ બનાવનાર ધીરલની સાઇકલની વાતો વાયુવેગે પ્રસરતા નવા ગ્રાહકો પણ તેને મળ્યા હતા. ધીરલને ત્યાં આવતા ગ્રાહકો આ સાઇકલથી ખુબ ખુશ છે તેમજ લોકોને પણ આ ખરીદવાનું સૂચન કરાયું છે. દેશમાં તો ખરી જ પણ આંતરરાષ્ટ્રીય સ્તરમાં આ યુવાનને ખ્યાતિ મળી તથા દુબઈ અને અન્ય દેશમાંથી લોકો તેની સાઇકલને જાણવા માટે ભારત આવી પહોંચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અમદાવાદના નવયુવાનનું નવું સોપાન: નજીવા ખર્ચમાં બનાવી નાંખી ઇલેક્ટ્રોનિક સાઇકલ, ખાસિયતો જાણીને…"

Leave a comment

Your email address will not be published.


*