આવતીકાલે ઓવૈસી પહોંચશે અમદાવાદ: 50 ગાડીઓના કાફલા સાથે થશે રોડ શો નું આયોજન

ગુજરાત: રાજકીય સમીકરણો બદલાતા નવા મંત્રીમંડળ (New cabinet) ના ફેરફારથી વિધાનસભા (Assembly) ની વહેલી ચૂંટણીની આશંકા જણાઈ રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓની તૈયારીમાં લાગી ગઈ…

ગુજરાત: રાજકીય સમીકરણો બદલાતા નવા મંત્રીમંડળ (New cabinet) ના ફેરફારથી વિધાનસભા (Assembly) ની વહેલી ચૂંટણીની આશંકા જણાઈ રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓની તૈયારીમાં લાગી ગઈ છે ત્યારે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) આવતીકાલે સોમવારે વહેલી સવારે ગુજરાત (Gujarat) આવી રહ્યા છે.

ઓવૈસી અમદાવાદમાં સંપૂર્ણ દિવસ રોકવાના છે. એરપોર્ટથી હોટેલમાં રોકાણ કર્યા પછી સવારના 9.30 વાગ્યાથી લઈને 10 વાગ્યે તેઓ અમદાવાદમાં આવેલ સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના પૂર્વ બાહુબલી સાંસદ તેમજ 103 હત્યાના જેમના પર આરોપ છે એવા અતિક અહેમદને મળશે.

સોમવારની સવારે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે:
AIMIMના નેતાના જણાવ્યા પ્રમાણે આવતીકાલે સવારમાં એરપોર્ટ પર અસદુદ્દીન ઓવૈસી પહોંચશે. સાબરમતી જેલમાં અતિક અહેમદની સાથે મુલાકાત લીધા પછી તેઓ ગાડીઓના કાફલાની સાથે હોટલ પરત ફરશે કે, જ્યાં રોડ પર કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે.

બપોરે પત્રકાર પરિષદ પછી શાહઆલમ દરગાહમાં જશે. સાંજે ટાગોર હોલમાં ગુજરાતના હોદ્દેદારોની સાથે મુલાકાત કરીને સાથે-સાથે સંબોધન પણ કરશે. સોમવારની સવારનાં 7 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પરથી સીધા તેઓ ખાનપુર લેમન ટ્રી હોટલ ખાતે જશે. ખાનપુર હોટલથી 9.30 વાગ્યે સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદને મળશે.

શાહઆલમ દરગાહની મુલાકાત લેશે:
11.30 વાગ્યાના સુમારે સાબરમતી જેલથી દિલ્લી દરવાજા, પ્રેમદરવાજા, દરિયાપુર લીમડી ચોક, જોર્ડન રોડ, મિરઝાપુર થઈને હોટલમાં પરત ફરશે. બપોરનાં 2.30 વાગ્યે પત્રકાર પરિષદનું આયોજન થશે. બપોરનાં 3.45 કલાકે હોટલથી લાલદરવાજા, આસ્ટોડિયા દરવાજા, મજૂરગામ થઈને શાહઆલમ દરગાહ જશે. સાંજનાં 5.30 વાગ્યે પ્રેસ પર મુલાકાત લઈને સાંજે 7 વાગ્યે ટાગોર હોલમાં જશે. જ્યાં તેઓ નવનિયુક્ત હોદ્દેદારોની સાથે મુલાકાત લઈને 10 વાગ્યે હોટલ પરત ફરશે.

રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે:
વર્ષ 2022ની ચૂંટણી માટે તેઓ હાલમાં રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે કે, જેમાં બપોરે પાર્ટીની વિચારધારાની સાથે જોડાયેલા તથા બુદ્ધિજીવી લોકોની સાથે મુલાકાત પણ કરશે. અમદાવાદમાં ઓવૈસી પત્રકારોની સાથે પણ મળશે. શહેરની મિટિંગમાં પણ હાજર રહેશે. હવે ઓવૈસીની પાર્ટી વર્ષ 2022માં 90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન બનાવી રહી છે.

અતિક અહેમદની પત્ની સહિત આખો પરિવાર AIMIMમાં જોડાયો:
AIMIMના ચીફ ઓવૈસી ઉત્તરપ્રદેશના 3 દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે 8 સપ્ટેમ્બરનાં રોજ પહોંચી ગયા હતા. અહીં એક જાહેરસભા પહેલા અતિક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન દીકરાની સાથે પહોંચ્યા હતા. ત્યારપછી AIMIMમાં પરિવારની સાથે વિધિવત રીતે જોડાયા હતા.

આ દરમિયાન પરવીને જણાવ્યું હતું કે, સાબરમતી જેલમાં બંધ તમારા ભાઈનો પત્ર લઈને આવી છું તેમજ એક પત્ર વાંચ્યો હતો. તેમણે જણાવ્યું છે કે, હવે અમારે બીજાના ઝંડા ઉઠાવવાનો સમય પૂર્ણ થયો છે, હવે સમગ્ર દેશમાં પોતાનો હિસ્સો લેવાનો સમય આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *