એક જ યુવક સાથે લગ્ન કરવા મંડપમાં પહોંચી બે યુવતી- છેવટે ટોસ ઉછાળીને યુવકે પસંદ કરી દુલ્હન

કેટલાક લોકોને એક દુલ્હન શોધવા માટે પણ ફાફા પડતા હોય છે ત્યારે આ યુવકને એકને બદલે એકસાથે બે-બે યુવતીઓ મળી ગઈ છે. લગ્ન કરવા માટે…

કેટલાક લોકોને એક દુલ્હન શોધવા માટે પણ ફાફા પડતા હોય છે ત્યારે આ યુવકને એકને બદલે એકસાથે બે-બે યુવતીઓ મળી ગઈ છે. લગ્ન કરવા માટે કોઇપણ વ્યક્તિને પોતાના જીવનમાં મોટો નિર્ણય લેવો પડતો હોય છે ત્યારે આ નિર્ણયથી યુવક-યુવતી બંનેની લાઇફ જોડાયેલી હોય છે.

જો કે, લગ્નના કેટલાક કેસ એવા સામે આવતા હોય છે કે, મોટાભાગનાં લોકોને આશ્વર્યચકિત કરી નાંખતા હોય છે ત્યારે આવો જ એક મામલો કર્ણાટકમાંથી સામે આવ્યો છે. અહીં એક યુવકની સાથે લગ્ન કરવા માટે એકસાથે બે યુવતીઓ જીદે ચડી હતી. બંને એક જ યુવકની દુલ્હન બનવા માંગતી હતી. જો કે, યુવકે લગ્ન કરવાનો નિર્ણય ટોસ ઉછાડીને લીધો હતો.

કર્ણાટકની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. અહીં યુવકને લગ્ન કર્યા પહેલા એકસાથે બે યુવતીની સાથે પ્રેમ કરવો મુશ્કેલમાં મુકી દે છે. બંને યુવતીઓ યુવકની સાથે લગ્ન કરવા માટે પહોંચી ગઈ હતી. યુવક બંનેને જોઈ મૂંઝવણમાં મુકાઇ ગયો હતો કે, કોની સાથે લગ્ન કરવા?

યુવકે બંનેની સાથે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેને બંને ગમે છે પરંતુ લગ્ન તો એક જ સાથે કરી શકે છે. આ બાદ યુવકે સિક્કો કાઢીને ટોસ કર્યો હતો તેમજ પોતાની દુલ્હન ફાઇનલ કરી હતી. આમ, આ ઘટના સોસીયલ મીદીય્સ પર ચર્ચાનું કેન્દ્ર બની છે.

બંનેને પ્રેમ કરતો હતો:
આ યુવકનું એકસાથે બે યુવતી સાથે અફેર ચાલી રહ્યું હોવનું જાણવા મળ્યું હતું. આ વાતથી અજાણ બંને યુવતીઓ યુવકની સાથે લગ્ન કરવા માટેના સપના જોતી હતી. અચાનક બંનેને પોતાની સાથે થઇ રહેલ દગાની જાણ થઈ ત્યારબાદ તેમણે યુવકની સાથે સંબંધ તોડવાને બદલે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બંને એક સાથે લગ્ન કરવા માટે પહોંચી ગઈ હતી.

ગામલોકોએ શોધ્યો ઉપાય:
બંને યુવતીઓએ આ યુવકની સાથે જ લગ્ન કરવાની જીદ કરતા બંને યુવતીઓ એકસાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. તેઓ બહેનોની જેમ એકસાથે રહેવા માટે પણ તૈયાર હતી. જો કે, ગામલોકો તેની વિરુદ્ધમાં હતા. ગામલોકો જણાવે છે કે,  કોઇ એક જ યુવતી દુલ્હન બની શકે છે.

ત્યારબાદ ટોસ દ્વારા દુલ્હનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ટોસ પહેલા ત્રણેય પાસે પેપર સાઇન કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન એક યુવતીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. જે પછી યુવકે તેને ગળે લગાવી લીધી હતી. છેવટે ફાઇનલ થઇ ગયું કે યુવક કોની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *